અંકલેશ્વરમાં શાળાઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

New Update
અંકલેશ્વરમાં શાળાઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

નગર પાલિકા દ્વારા જવાહર બાગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા

અંકલેશ્વરમાં આજે ચોથા વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ અને સાથે નગર પાલિકા દ્વારા પણ સામૂહિક રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જવાહરનગર ખાતે યોજાયેલા યોગાભ્યાસમાં નગર પાલિકાનાં નવા ચૂંટાયેલા પ્રમુખ સહિત સભ્યો અને હોદ્દેદારો તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

publive-image

અંકલેશ્વર શહેર આજ સવારથી જ જાણે યોગમય બની ગયું હતું. ત્યારે વહેલી સવારથી જ વિવિધ સ્થળોએ યોગગાભ્યાસનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અંકલેશ્વર નગર પાલિકા દ્વારા જવાહરનગર બાગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ દક્ષાબહેન શાહે જણાવ્યું હતું કે, આજે દેશભરમાં જ્યારે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા પણ તેની ઉજવણીથી બાકાત ન રહેતાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને વહેલી સવારથી જ નગરજનો અહીં મોટી સંખ્યા ઉમટી પડી કાર્યક્રમને સફળ બનાવ્યો છે.

publive-image

શાળાનાં વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં જિનવાલા સ્કૂલ કમ્પાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણે હાજરી આપી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ યોગ દિવસને ઉત્સાહભેર ઉજવ્યો હતો. સાથે સાથે આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા

અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્ર સહિત શહેરની શાળાઓમાં યોગ દિવસ ઉજવવામાં આ્યો હતો.

જવાહર બાગ ખાતે નગર પાલિકા દ્વારા યોજાયેલા યોગ દિવસની ઉજવણીમાં પ્રમુખ દક્ષાબહેન શાહ, ઉપપ્રમુખ નિલેશ પટેલ, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, પૂર્વ પ્રમુખ મીનાબહેન પટેલ સહિત નગર પાલિકાનાં સભ્યો, હોદ્દેદારો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Latest Stories