અંકલેશ્વરમાં શ્રી ગુરુલીલામૃત સપ્તાહની પુર્ણાહુતી પ્રસંગે વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ પણ લીધો લ્હાવો

New Update
અંકલેશ્વરમાં શ્રી ગુરુલીલામૃત સપ્તાહની પુર્ણાહુતી પ્રસંગે વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ પણ લીધો લ્હાવો

અંકલેશ્વર શહેરના એન.ડી.પટેલ હોલ ખાતે શ્રી ગુરુલીલામૃત સપ્તાહ કથાની તારીખ 23મીના રોજ પુર્ણાહુતી થઇ હતી,આ પ્રસંગે રાજપીપળા વૃદ્ધાશ્રમના વૃધ્ધો પણ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યુ હતુ.

અંકલેશ્વર શહેરના ગણેશ ધનવંતભાઈ મિઠાઈવાલા દ્વારા એન.ડી.પટેલ હોલમાં તારીખ 17 થી 23મી માર્ચ દરમિયાન શ્રી ગુરુલીલામૃત સપ્તાહ કથાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યુ છે.આ કથામાં વલસાડના કથાકાર રાકેશ જોષી મહારાજ દ્વારા શ્રદ્ધાળુઓ ને કથાનું રસપાન કરાવી રહ્યા છે.

તારીખ 23મી ના રોજ કથાના પૂર્ણાહુતિ પ્રસંગે રાજપીપળા ના મોટા પીપરીયા ગામ ખાતે 1982 થી કાર્યરત વૃદ્ધાશ્રમ માં રહેતા 25 જેટલા ભાઈઓ અને બહેનો કથામાં મહેમાન બન્યા હતા.અને કથાનું રસપાન કરીને તેઓએ ધન્યતાનો અહેસાસ કર્યો હતો.

Latest Stories