અંકલેશ્વર:સુફલમ એપાર્ટમેન્ટમાંથી જુગાર રમી રમાડતી ૪ મહિલા ખેલી ઝડપાઇ

New Update
અંકલેશ્વર:સુફલમ એપાર્ટમેન્ટમાંથી જુગાર રમી રમાડતી ૪ મહિલા ખેલી ઝડપાઇ

અંકલેશ્વરના સુફલમ એપાર્ટમેન્ટની એક મકાનમાં મહિલા દ્વારા મહિલાઓને હારજીતનો જુગાર રમી રમાડતી હોવાની બાતમી પોલીસને મળી હતી.જે અન્વયે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પી.એસ.આઇ સહિતની ટીમે છાપો મારી ૪ મહિલાઓની અટકાયત કરી હતી.

આ ઘટનામાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસને મળેલ કે અંકલેશ્વરમાં સુફલમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન નં-જી-૧૧ ખાતે રહેતા દક્ષાબેન અશોકભાઈ કોટડીયા પોતાના રહેણાંક મકાનમાં ઘણી બધી બહારથી મહીલાઓને બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રહેલ છે.જે આધારે PSI એન.જી.પાંચાણી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ટીમ તથા બીટના પોલીસ કર્મીઓ સાથે આ જગ્યાએ છાપો મારતા તેમને ઘટના સ્થળેથી દક્ષાબેન અશોકભાઈ કોટડીયા,આસીતાબેન મુકેશકુમાર પટેલ,ગંગાબેન ડાયાભાઈ સુમૈયા, મંજુલાબેન રવજીભાઈ સેજુને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે કુલ-૦૪ મહીલાઓની અંગ ઝડતીના રોકડા રૂ. ૬૩૭૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ. ૭૮૫૦/- મળી કુલ રોકડા રૂપિયા.૧૪,૨૨૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ,રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂ.ર૪,૨૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા કલમ મુજબ કાર્યવાહી હાથધરી હતી.

Latest Stories