/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/25121912/AHM-LOCKDOWN-AFAVA.jpg)
રાજ્યમાં લોકકડાઉન થવાની વાત ખોટી હોવાની સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. હાલ આખો દેશ અનલોક છે, ત્યારે લોકડાઉનની કોઈ ચર્ચા કરવામાં આવી નથી. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશમાં કે રાજ્યમાં કોઈ જ પ્રકારનું લોકડાઉન નથી થવાનું. તેવામાં હવે સોશિયલ મીડિયામાં શરૂ થયેલી ચર્ચાઓ પર નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા લોકડાઉનની વાતને માત્ર અફવા ગણાવી હતી.
હાલમાં ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા એવી અફવાએ જોર પકડ્યું છે કે, ગુજરાતમાં ફરી એકવાર લોકડાઉન લાગી શકે છે. પરંતુ આ તમામ અટકળો અને ચર્ચાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે, લોકડાઉનની વાત માત્ર અફવા છે. રાજ્યમાં ફરી લોકકડાઉન નહીં લાગુ થાય. બીજી તરફ અનલોક-4માં તમામ રાજ્યોને ગૃહમંત્રાલય દ્વારા સ્પષ્ટ આદેશ અપાયા છે કે, કોઈપણ રાજ્ય ગૃહમંત્રાલયની મંજૂરી વિના લોકડાઉન નહીં લગાવી શકે. ગુજરાતમાં લોકડાઉનની ચર્ચાઓ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી જણાવ્યુ હતું કે, હાલ સમગ્ર રાજ્યમાં જનજીવન થાળે પડી રહ્યું છે, ત્યારે રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ નહીં થાય. જોકે લોકડાઉનની વાત માત્ર અફવા હોવાનું પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું.