અમદાવાદ : 167 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રેલ્વે વિભાગને થયું મોટું નુકશાન, જાણો શું છે કારણ..!

અમદાવાદ : 167 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રેલ્વે વિભાગને થયું મોટું નુકશાન, જાણો શું છે કારણ..!
New Update

રેલ્વે વિભાગના 167 વર્ષના ઇતિહાસમાં લગભગ પહેલીવાર રેલ્વે વિભાગને ટિકિટ બુકિંગથી થતી આવક સામે પેસેન્જરોને રિફંડ ચૂકવવાથી કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

અમદાવાદ રેલ્વે સ્ટેશન સહિત ડિવિઝનમાં વર્ષ 2020ના એપ્રિલથી ઓગસ્ટ માસ સુધી રેલ્વેને ટિકિટ બુકિંગથી 48 કરોડ રૂપિયા જેટલી આવક થઈ હતી. જોકે હવે તેની સામે પેસેન્જરોની ટિકિટ કેન્સલ થતા 72 કરોડ જેટલા રૂપિયા રેલ્વે વિભાગ દ્વારા ચુકવવામાં આવ્યા છે. આમ ટિકિટ બુકિંગની આવક સામે રેલ્વે વિભાગ દ્વારા પેસેન્જરોને 24 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ ચૂકવવામાં આવ્યું છે.

દેશભરમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન એપ્રિલથી જૂન માસ સુધીના પ્રથમ ત્રિમાસિક તબક્કામાં રેલ્વે વિભાગ દ્વારા રિફંડ ચૂકવવાથી 1066 કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન થતાં રેલ્વે વિભાગને મોટું નુકશાન થયું છે. જોકે કોરોના વાયરસની અસર ભારતીય રેલ્વે વિભાગ ઉપર પણ પડી હોય તેવું સાબિત થઈ રહ્યું છે.

#Connect Gujarat #Ahmedabad #Beyond Just News #Ahmedabad Gujarat #Ahmedabad News #Ahmedabad Corona #ahmedabad railway station
Here are a few more articles:
Read the Next Article