અમદાવાદનું યુવાધન એમડી ડ્રગ્સ બાદ હવે કફ સિરપના રવાડે ચઢી ગયું છે. પોલીસે રીંગ રોડ પરથી 3 આરોપીને કફ સિરપ તથા શરદીની ટેબલેટ સાથે ઝડપી પાડયાં હતાં. તેમની પુછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે ઓઢવ વિસ્તારમાં આવેલાં એક ગોડાઉન પર છાપો મારવામાં આવતાં 30 લાખ રૂપિયાથી વધુ કિમંતનો કફ સિરપનો જથ્થો મળી આવ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો શહેરના રિંગ રોડ પર કફ સિરપ અને ટેબ્લેટ સાથે આવવાના છે. બાતમીના આધારે અમદાવાદ પોલીસે રિંગ રોડ પર થી 3 આરોપીની ધરપક્ડ કરી તેની પુછપરછ હાથ ધરી હતી. આરોપીઓ પાસેથી પ્રતિબંધિત કફ સિરપની બોટલો મળી આવી હતી. જેમાં કોડીન નામના કફ સિરપની બોટલોની માત્રા વધુ જણાય આવી હતી.આરોપીઓ પાસેથી મળેલી માહીતીના આધારેપોલીસે શહેરના ઓઢવ વિસ્તારમાં એક ગોડાઉન માં પણ રેડ કરી 30 લાખનો મુદામાલ ઝડપી પડ્યો હતો. આ ગોડાઉન આરોપી શૈલેષ કુશવાહના નામે છે અને તે શાહ આલમ વિસ્તારનો રહેવાસી છે જયારે ભારત ચૌધરી નામનો આરોપી કે જે ઉદેપુરનો છે અને તે વોન્ટેડ છે જે આ માલ લેવા આવતો હતો.અમદાવાદ પોલીસે હવે આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરી છે. આરોપીઓ પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ ક્યાંથી લાવ્યા હતાં..છેલ્લા કેટલા સમયથી આ નશાનો કારોબાર ચાલતો હતો. માત્ર ગુજરાતમાં આ કારોબાર હતો કે બીજા રાજ્યોમાં પણ આ નેટવર્ક ફેલાયેલું છે સહિતના સવાલોના જવાબો મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી છે.