/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/24174920/maxresdefault-309.jpg)
રાજ્યમાં પેટીએમ KYC અપડેટ કરવાને બહાને છેતરપિંડી મામલામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમ દ્વારા ૨ લોકોની ધરપકડ કરી અન્ય 2 આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમે આ ગેંગ ને ઝડપી પાડી એક આંતરરાજ્ય ઓન લાઈન ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદમાં છેલ્લાં ઘણા સમયથી પેટીએમ KYC અપડેટના નામે છેતરપિંડીના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં પોલીસને ફરિયાદ મળતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ હતી. જેમાં સાયબર ક્રાઇમને સફળતા મળી હતી. એક બાદ એક ચહેરા આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આજે ફરી અમદાવાદ સાયબર ક્રાઇમને એક મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચે શિવમ આનંદ પ્રસાદ તેમજ ગૌસુલવરા અંસારીની ઝારખંડથી ધરપકડ કરી છે. તેમજ બીજા ૨ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
અમદાવાદ સાઇબર ક્રાઇમે ઓન લાઈન ફ્રોડ કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી પડયા છે. પકડાયેલ આરોપીની પૂછતાછ કરતા અજય મંડલ તેમજ ગોવિંદ મંડલ અને તેમના માણસો બલ્કમાં મેસેજો બ્લાસ્ટ કરાવતા હતા. તેમજ ભોગ બનનાર કોલ કરે તો અજય મંડલ દ્વારા રાખેલા કોલરો ભોગ બનનારને ફોન ઉપર KYC અપડેટ કરવાનું જણાવી તેમની પાસેથી પેટીએમની વિગતો મેળવી નાણાંની છેતરપિંડી કરતા હતા. નાણાંથી ઓનલાઈન એમેઝોનમાંથી ગિફ્ટ વાઉચર કરી તે વાઉચર પ્રોસેસ કરી નાણાંને રોકડમાં રૂપાંતર કરવા માટે અજય મંડલ શિવમને ગિફ્ટ વાઉચર મોકલી આપતો હતો અને શિવમ પોતે પાંચ ટકા જેટલું કમિશન રાખી AMAZON GIFT VOUCHER પકડાયેલ આરોપી કૌશલને આપતો હતો. કૌશલ પોતે પાંચ ટકા કમિશન લઇ લોકોના લાઈટ બિલ, ટીવી રિચાર્જ, મોબાઇલ બિલ જેવા ઓનલાઇન બિલ ભરતો હતો અને મળેલ રોકડ ફરીથી અજય મંડલ અને તેની ગેંગ દ્વારા આપવામાં આવતા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. આરોપીઓ પાસેથી ૫૦ જેટલા બેન્ક એકાઉન્ટ તેમજ મની વોલેટની માહિતી મળી આવી છે જેમાં આરોપીઓ રોકડ રકમ જમા કરાવી અજય મંડલ અને તેની ગેંગ સુધી પહોંચાડતા હતા. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ૧૧ મોબાઇલ કબજે કરેલ છે અને આગળની દિશામાં તપાસ હાથ ધરી છે.