અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લશ્કરી હોસ્પિટલમાં કરાયા દાખલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લશ્કરી હોસ્પિટલમાં કરાયા દાખલ
New Update

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આગામી કેટલાક દિવસો સુધી તે આ કામગીરી ચાલુ રાખશે. શુક્રવારે, તેમના ડોક્ટર સીન કોનલીએ જણાવ્યુ હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સારવાર બાયોટેક કંપની દ્વારા ઉત્પાદિત પ્રાયોગિક દવા રેજેનરન સાથે કરવામાં આવશે, જેને કોવિડ -19 ની સારવાર માટે હજુ સુધી એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા મંજૂરી નથી મળી. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, "હું સારવાર માટે વોલ્ટર રીડ હોસ્પિટલમાં જઈ રહ્યો છું. હું અને ફર્સ્ટ લેડી મેલાનીયા સારી છે, પરંતુ અમે ત્યાંથી નીકળી ગયા છીએ.

કાયલે મૈકનીએ શુક્રવારે સાંજે કહ્યું: "સાવચેતીનાં પગલાં અને ચિકિત્સકો અને તબીબી નિષ્ણાતોની સલાહને પગલે રાષ્ટ્રપતિ આગામી થોડા દિવસો માટે વલ્ટર રીડ હોસ્પિટલમાં પોતાનું કાર્ય ચાલુ રાખશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનીયા પણ કોવિડ પોઝિટિવ છે,પરંતુ તે વ્હાઇટ હાઉસમાં છે.

#Connect Gujarat #COVID19 #Donald Trumpt
Here are a few more articles:
Read the Next Article