અરવલ્લી : ટીંટોઈ રોડ નજીક લઘુશંકા કરતા દિવ્યાંગનું ટેન્કરની ટકકરે મોત

New Update
અરવલ્લી : ટીંટોઈ રોડ નજીક લઘુશંકા  કરતા દિવ્યાંગનું ટેન્કરની ટકકરે મોત

મોડાસા-શામળાજી રોડ પર આવેલા ટીંટોઈ ગામ નજીક લઘુશંકા કરતા દિવ્યાંગનું ટેન્કરની ટકકરે મોત થયું હતું. હઠીપુરા ગામના રમેશપાંડોર અને અરવિંદ પગી એક્ટિવા લઈ કામકાજ અર્થે નીકળ્યા હતા ટીંટોઈ નજીક આવેલા લાલપુર ગામ પાસે લઘુશંકા માટે ઉભા રહ્યા હતા મોડાસા તરફથી આવતા ટેન્કર ચાલકે ટ્રક-ટેન્કરનું ટાયર ફાટતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી જતા પલ્ટી લઘુશંકા કરવા ઉભેલા અરવિંદ પગીને ટક્કર મારી ઢસડાતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે ટેન્કર પલટાતું જોઈ રમેશપાંડોર બાજુમાં ખસી દોડી જતા આબાદ બચાવ થયો હતો શામળાજી પોલીસે રમેશભાઈ પંડોરની ફરિયાદના આધારે ટ્રક-ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories