New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/fzdh.jpg)
અરવલ્લી જિલ્લામાં હત્યા બાદ જીવલેણ હુમલાની ઘટનાઓ વધવા લાગી હોય તેવું દેખાઇ રહ્યું છે. મેઘરજના ધનીવાડા નજીક મોડી રાત્રે વેપારી પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરતા વેપારીને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મોટી મોયડીના વેપારી મોડાસાથી ઘરે પરત જઇ રહ્યા હતા.
ત્યારે બે બાઇક સવાર ચાર શખ્સોએ તેમને રોક્યા અને ગાડીમાંથી બહાર કાઢી હુમલો કર્યો હતો, હુમલાખોરોએ ગાડીના કાચ પણ તોડી નાખ્યા અને પાઇપો વડે વેપારીને ઢોર માર મરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારને જાણ કરાતા ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક મોડાસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આસમગ્ર મામલે પોલિસે તપાસ હાથ ધરી છે.
Latest Stories