અરવલ્લી : મોડાસાના એક જ પરિવારના 4 સભ્યોએ રાજસ્થાન ખાતે કર્યો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, 2ના મોત

New Update
અરવલ્લી : મોડાસાના એક જ પરિવારના 4 સભ્યોએ રાજસ્થાન ખાતે કર્યો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, 2ના મોત

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક જ

પરિવારના 4 સભ્યોએ રાજસ્થાનના ઉદેપુર ખાતે સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે પરિવારના

અન્ય સભ્યો પૈકી બાળકો હાલત

ગંભીર જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

 પરિવારના સભ્યો મોડાસામાં વસવાટ કરે છે

અને ઘરના મોભી ડેકોરેશનનો વ્યવસાય કરે છે. તેઓ વહેલી સવારે રાજસ્થાન નાથદ્વારા

દર્શન કરવા ગયા હતા, ત્યારે તેઓ એક હોટલમાં રોકાયા હતા. પરિવારના સભ્યો હોટલમાં હતા તે દરમ્યાન આ પગલું ભર્યું હોવાની વાત જાણવા

મળી છે.

 રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારે કોઈ ઠંડા પીણામાં ઝેરી પદાર્થ ભેળવી તે પી લેતા આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પીડિતોની સારવાર ચાલી

રહી છે, જેમાં તેમની સ્થિતિ નાજૂક હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાને પગલે તેમના નિવાસ સ્થાને સગા સંબંધીઓ દોડી આવ્યા હતા. પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કયાં કારણોસર કર્યો છે, હાલ તો તે અંગેનું ચોક્કસ કારણ જાણી શકાયું

નથી. પરંતુ હાલ ઉદેપુર પોલીસ

આ મામલે વધુ તપાસ કરી રહી

છે.

Latest Stories