/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/1-16-e1566795411391.jpg)
પર્યુષણ શબ્દનાં અનેક અર્થ, ભાવ જાણવા મળે છે. શબ્દ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે એક શબ્દ વ્યુત્પત્તિ ભેદ પી, વ્યાખ્યા ભેદ થી તેના વ્યાખ્યાભેદો અનેક અર્થો દર્શાવે છે. પર્યુષણની બાબતમાં પણ આવું છે. એના પણ ઘણા બધા સૂચિતાર્થો છે.પર્યુષણનો એક અર્થ નીકળે છે,' પરિવસન'- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમન' આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં કષાયો અને વિકારો છૂપાયેલા પડેલા છે, તેનું શમન કરવાનું આ પર્વ છે.એક અર્થમાં, પરિવશન એટલે કે નિકટ રહેવું. વ્યકિતએ પોતાનાં આત્મભાવમાં રમણ રહેવાનું છે.
આત્માની નજીક જઇ રમણતા કેળવવાની છે. પર્યુષણમાં વર્ષાવાસ શબ્દ, સમય ગાળો સૂચવતા અર્થ માટે નો છે. પરંતુ કષાપ, સમતા અને આતમારમણતા.આ બધાનાં ભાવવાચક અર્થો નીકળે છે.પર્યુષણ શબ્દ પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનો ભાવાર્થ એ નીકળે છે કે, સાધકે સર્વ પ્રકારે આત્મભાવમાં રહેવું. પરભાવમાં, બ્રાહ્ય વિષયોમાં દોડતાં ચિત્તને વાળીને આત્મભિમુખ કરવું.પર્યુષણનું પર્વ એ આત્મસિધ્ધિનું પર્વ છે. અને તેથી એ સમય દરમ્યાન ચિત્તને ઉપવાસ, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ધ્યાન ધારણા જેવી ધર્મ સાધનામાં પરોવવાનું હોય છે. પર્યુષણ ધર્મની આરાધનાનું વિશિષ્ટ પર્વ છે. જેનું લક્ષ્ય છે. કર્મનાં સંવર અને નિર્જરાનું સંવર એટલિં રોકવું અને નિર્જરા એટલે ખંખેરવું. આ શબ્દો પારિભાષિક છે, જે આચરેલા કર્મના સંદર્ભમાં વપરાય છે. અર્થાત હાથમાં આવેલા ફરજ રૂપી કર્મને બજાવી હાથ ખંખેરીને ઊભા થઈ જવું.
લોકોત્તરમાં પર્યુષણ એ પ્રર્વાધિરાજ છે. આ સમયગાળામાં,પૂરા વર્ષમાં આચરેલા આસક્તિ ભર્યા કર્મનાં દુષ્પરિણામ ખંખેરીને, રાગદ્વેશને કારણે દુષિત થયેલા મનને સ્વચ્છ કરવાનું છે.આવા પાનવકારી પર્વાધિરાજનાં દિવસમાં આરાધના સાધના ઉપાસના અને પરસ્પર માનવ બંધુમાં મૈત્રીભાવ કેળવવા, આ સંયમનો પર્વને ઉજવાય છે.ભરૂચ શહેર અને જિલ્લામાં આજથી પર્યુષણ પર્વનો આરંભ થતા જૈન દહેરાશરો ભક્તોથી ઉભરાયા.