આટલી ખૂબસૂરત છે આ લેડી ડોન, 'ભૂરી'નાં નામથી ફેમસ છે તેની ગેંગમાં

New Update
આટલી ખૂબસૂરત છે આ લેડી ડોન, 'ભૂરી'નાં નામથી ફેમસ છે તેની ગેંગમાં

સુરતમાં આતંક મચાવનાર લેડી ડોન ભૂરી વિશે જાણો વિગતે

સુરતના વરાછા વિસ્તારમાં આતંક મચાવનારી ખૂબસૂરત લેડી ડોન ભૂરીનો ફરી આંતક મચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અગાઉ ભૂરી ડોન ધૂળેટી પર આતંક મચાવવના કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂકી છે. વીડિયોના પગલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહિલ નામની આ યુવતી ફરીથી એકાએક લાઈમ લાઈટમાં આવી ગઈ હતી.

મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહીલને ગેંગના લોકો 'ભૂરી'ના નામે ઓળખે છે. ઉનામાં પાંચ બહેનોમાંથી આ અસ્મિતા ઉર્ફે ભૂરી અવળા રસ્તે ચડી ગઈ હોવાનું તેના નજીકના લોકોએ કહ્યું હતું. ભૂરી છેલ્લા કેટલાક સમયથી સંજય નામના તેના કથિત પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં સુરતમાં જ રહે છે. આ સંજય સાથે જ ભૂરી પણ આતંક મચાવે છે.

અગાઉ હત્યામાં પણ ચર્ચાયું હતું નામ

અસ્મિતા ગોહીલ ઉર્ફે ભૂરી વરાછા વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર વખતે સૌ પ્રથમ લાઈમ લાઈટમાં આવી હતી. ગોલ્ડન અને તેની બહેનની સાથે ભૂરીનું નામ પણ ચર્ચાયું હતું. જોકે, તે કેસમાં ભૂરીનો રોલ મહત્વનો ન હોવાથી તેણી માત્ર ચર્ચામાં જ આવી હતી. બાદમાં આ કેસમાં તેના વિરુધ્ધ કોઈ તપાસ થઈ નહોતી.

વરાછા વિસ્તારમાં અગાઉના સમયમાં અસ્મિતા મકવાણા નામની માથાભારે મહિલા હતી. જે રૂપાળી નહોતી પણ કામ તેના પણ એવા જ હતાં. અસ્મિતા મકવાણા જે તે સમયે ફૂલનના નામે જાણી હતી. ભૂરીનું સાચું નામ પણ અસ્મિતા હોવાથી તેની તુલના સામાન્ય રીતે લોકો ફૂલન સાથે કરે છે. જો કે, આ અસ્મિતા ગોહિલ ભૂરી લેડી ડોનના નામે પંકાયેલી છે. બન્ને વચ્ચે સામ્યતા છે તેમ ભિન્નતા પણ છે. પેલીનો ત્રાસ સામાન્ય લોકોને નહોતો. જ્યારે આ ભૂરી ડોન લુખ્ખાગીરી પર ગમે ત્યારે ઉતરી આવતી હોવાનું સામે આવ્યું છે.

લેડી ડોને છરો બતાવી લૂંટી લીધી બાઈક

કમલપાર્ક સોસાયટી પાસે રહેતો કિશોર બુધવારે બપોરે આશરે એક વાગે લાભેશ્વર વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીના ગેટ પાસેથી પસાર થતો હતો ત્યારે ભૂરી તેના સાગરીત સાથે છરા સાથે આવી ગઈ હતી. કિશોરને ગાળો આપી ભાગ અહીથી એવું કહીને તેની પાસેથી બાઇક લૂંટીને નાસી ગઈ હતી.

Latest Stories