/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/15180037/maxresdefault-208.jpg)
આણંદના ધર્મજમાં નામાંકીત
બેંકના ખોટા નામ સાથે બ્રાન્ચ શરૂ કરી ભેજાબાજ ઠગ અને તેની પત્ની લાખોની છેતરપિંડી
કરી રફુચક્કર થઈ ગયા છે.
ધર્મજ ગામને રાજ્યમાં સૌથી સુખી અને સમૃદ્ધ ગામ તરીકે ઓળખવામાં આવે
છે અહીં એવું એક ઘર નહીં હોય જે ઘરનો એક વ્યક્તિ વિદેશ નહીં હોય ગામની સમૃદ્ધિ
જોતા અહીં રાષ્ટ્રીયકૃત અને કો- ઓપરેટિવ મળી 13 જેટલી બેંકોએ પોતાની શાખાઓ ખોલી છે જેમાં ધર્મજ વાસીઓના અબજો
રૂપિયાનું રોકાણ થયેલ છે અને આનો જ સીધો ફાયદો ઉઠાવવા એક ભેજાબાજ દંપતીએછેતરપિંડીનો કર્યો એક એવો તુક્કો કે ગામ લોકો પણ તેમના વિશ્વાસમાં
આવી ગયા અને આજે પેટ ભરીને પસ્તાય રહ્યા છે
દોઢ માસ પૂર્વે કનક શાહ નામના એક
ભેજાબાજ દ્વારા ધર્મજમાં
ભાડાના મકાનમાં કોટક મહિન્દ્રાના નામથી
કોટક સિક્યુરિટીઝ ધર્મજ શાખા નામની બેંક શરૂ કરી અને ગામના આગેવાનોને બોલાવી
બેંકની શરૂઆત કરી અહીં ભેજાબાજે લોકોનો વિશ્વાસ કેળવવા માટે ગામના જ બે યુવનોને
નોકરીએ રાખ્યા અને ત્યાંથી જ સમગ્ર કૌભાંડની શરૂઆત કરી , ગામ લોકોને ધીરે ધીરે આ બે યુવનોના માધ્યમથી વિશ્વાસમાં લઇ આ
ભેજાબાજે તેની બેંકમાં રોકાણ કરવાનો આગ્રહ કરવા માંડ્યો અને લોકોએ પણ વિશ્વાસમાં
આવી જઈ પોતાના પરસેવાની કમાણી આ બ્રાન્ચમાં એફડી સ્વરૂપે મૂકી. ભેજાબાજ દ્વારા
લોકો દ્વારા આપવામાં આવતી મૂડી રોકડ સ્વરૂપે જ સ્વીકારવામાં આવતી હતી અને જો કોઈ
ચેકનો આગ્રહ રાખે તો ગામના જ જે બે યુવાનો નોકરી કરતા હતા તેમના નામે સ્વીકારવાનો
આગ્રહ રાખ્યો જોકે ગામના જ યુવાનો હોય કેટલાક રોકાણકારોએ તેમના નામનો ચેક આપી અહીં
એફડી કરી હતી
ભેજાબાજ કનક શાહ દ્વારા ગામ લોકોનો
વિશ્વાસ વધુ મજબૂત કરવા ગામમાં જ મકાન ભાડે લઈ તેની પત્ની સાથે રહેવા લાગ્યો હતો
અને તેના આ સમગ્ર કૌભાંડમાં તેની પત્ની પણ તેને આપતી હતી સાથ બંટી બબલીના
વિશ્વાસમાં આવી દોઢ માસના ટૂંકા ગાળામાં જ 40 લાખ ઉપરાંતનું લોકોએ આ બેંકમાં રોકાણ
કરી દીધું હતું
કહેવાય છે કે અતિની ગતિ ના હોય એમ મોટા
નામે ખોટી બેંકમાં જ્યારે ગામના એક રોકાણકાર રોકાણ કરવાની ઈચ્છા સાથે ગયા ત્યારે આ
ભેજાબાજ દ્વારા રોકડ નાણાંનો આગ્રહ કરવામાં આવ્યો જે રોકાણકારને મંજુર નહોતું જેથી
તેમણે કોટક મહિન્દ્રા બેંકના નામનો ચેક આપ્યો જોકે ભેજાબાજ દ્વારા પોતાની પોલ ખુલી
ન જાય એ માટે ચેકનો એક વખત સ્વીકાર કરી લીધો હવે આ ગઠિયાને ધીરેથી ખ્યાલ આવી ગયો
હતો કે અહીં આપણી લાંબી દાળ ગરસે નહીં અને પોતાની પોલ ખુલી જશે તો અહીંથી ભાગવું
મુશ્કેલ થઈ પડશે જેથી ચાર દિવસ પહેલા જ રાતોરાત ધર્મજથી ઉચાળા ભરી લીધા , જોકે બીજા દિવસે બન્ને યુવાનો એ બેંક સમયસર ખોલી નાખી હતી પરંતુ મોડે
સુધી ભેજાબાજ કનક શાહ બેંકમાં નહીં આવતા આખરે તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ
કરાયો તો તેનો ફોન પણ સ્વીચઓફ આવતો હોય બન્ને યુવકે જે ઘરે તે ભાડે રહેતો હતો
ત્યાં તાપાસ કરતા આ ગઠિયો ઘર ખાલી કરી રાતોરાત પલાયન થઈ જતા સમગ્ર મામલો સામે
આવ્યો છે હાલ તો પોતાની શાખ ગામમાં બગડે નહીં તે માટે કોઈ રોકાણકાર સામે નથી આવી
રહ્યા પરંતુ ધીરે ધીરે રોકાણકારો હિંમત બતાવી સામે આવી રહ્યા છે ત્યારે જોવું
રહ્યું કે બંટી બબલી ક્યારે હાથમાં આવે છે