/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/2-40_1529442012.jpg)
આણંદ શહેર પોલીસે ત્રણ શખ્સ વિરૂદ્ધ મારામારી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
શહેરના વઘાસી રોડ પર સોમવારે મધરાતે નાણાંની લેતી-દેતીમાં આધેડને માર મારી કુખ્યાત દેવાંગ બ્રહ્મભટ્ટ અને તેના બે સાગરીતોએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યુ હતું. આ બનાવ સંદર્ભે આણંદ શહેર પોલીસે ત્રણ શખ્સ વિરૂદ્ધ મારામારી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જે દરમિયાન ઘટના સ્થળેથી બે ફૂટેલી અને એક જીવંત કારતૂસ મળી આવ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/7_1529431072.jpg)
આણંદ શહેરના કૈલાસ ફાર્મ પાસે કનુભાઈ મેલાભાઈ ગોહેલ રહે છે. તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૨૩ માર્ચ, ૨૦૧૭ના રોજ તેમણે સંદીપ પરમાર નામના યુવકને રૂ. બે લાખ હાથ ઉછીના આપ્યા હતા. કનુભાઈએ સંદીપ પાસે અનેકવાર ઉઘરાણી કરતા તેણે વારાફરથી બે વાર ચેક આપ્યા હતા જે રિટર્ન થતા કનુભાઈએ સંદીપ સામે ફરીયાદ નોંધાવવાની તૈયારી હાથ ધરી હતી. આ બાબતની જાણ થતા તેની અદાવત રાખી સંદીપ, તેનો મિત્ર લાલો માથામાં હુમલો કરવા જતાં, ગૌરવભાઇ ખસી જતાં તેમને હાથમાં ઇજા થઇ હતી. ટોળું બેકાબુ બનતાં પોલીસ દ્વારા બે ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/6_1529431071.jpg)
જોકે તેમ છતાં ટોળું કાબુમાં ન આવતાં અંતે પોલીસ સબ ઇન્સપેક્ટર સી.આર.રાણાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતાં ટોળાંમાં નાસભાગ મચી ગઇ હતી.આ કેસ સેસન્સ કોર્ટ નડિયાદ ખાતે ચાલી જતાં, સરકારી વકીલ મિનેષ આર.પટેલ (ઠાસરાવાળા)એ 24 જેટલા મૌખિક પુરાવાથી સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને 22 થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સેસન્સ જજ ડી.એસ.સીંગે ચારેય આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા કરી હતી.
દેવાંગ ઉર્ફે દેવલાને ડોન બનવાના ઓરતા !
દેવાંગ બ્રહ્મભટ્ટ ઉર્ફે દેવલાનો આતંક બે વર્ષ બાદ પુન: જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૬માં તેણે દીયા સિનેમા પાસે તોડફોડ કરી હતી. જોકે, એ પછી તે ભૂગર્ભમાં જતો રહ્યો હતો. આ શખસ શરૂઆતમાં શહેરની પાયોનિયર ચોકડી પાસે ટપોરીગીરી કરતો હતો. તેણે પોતાના મિત્ર સાથે ઝઘડો કરનારા એક ઈસમની એ સમયે છરાના ઘા મારી હત્યા કરી દીધી હતી. તેના વિરૂદ્ધ અપહરણ, મારામારી અને ખંડણીના ગુના નોંધાયા છે. તે બિલ્ડર અને વેપારીઓ પાસેથી ખંડણી પણ માંગતો હતો. વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણી સાથે તે અલ્પેશ ચાકા મર્ડર કેસ ઉપરાંત અલ્પેશના ભાઈ ભાવિકના અપહરણમાં પણ તેની કથિત સંડોવણી હતી. ચાકા કેસમાં તે નિર્દોષ છૂટ્યો હતો.