ઇતિહાસમાં પહેલી વખત સરદાર ડેમના 25 દરવાજા ખૂલતા રાજ્યનાં 108 જળાશયો, નદીઓ અને ડેમ ભરાશે

New Update
ઇતિહાસમાં પહેલી વખત સરદાર ડેમના 25 દરવાજા ખૂલતા રાજ્યનાં 108 જળાશયો, નદીઓ અને ડેમ ભરાશે

સરદાર સરોવર ડેમ ઉપર દરવાજા લગાવાયા બાદ પ્રથમ વખત તેને ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમે 131 મીટરની સપાટી વટાવી છે. જે બાદમાં રાત્રે જ દરવાજા ખોલવાની નિર્ણય કરાયો હતો. કુલ 30 દરવાજામાંથી તબક્કાવાર 25 ગેટ ખોલાયા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં ભરપુર પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું. અને અત્યારે પણ 3 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ કેવડિયા ખાતે રીવર બેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. જેના કારણે રોજની 7 કરોડ રૂપિયાની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

નર્મદા ડેમમાં 6 લાખ ક્યુસેક સુધીની પાણીની આવકને પગલે નર્મદાની મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને પાણી છોડવાની માત્રામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તેના કારણે રાજ્યના જે વિસ્તારોમાં પાણીની તંગી છે ત્યાં સિંચાઈ માટે પૂરતી માત્રામાં પાણી મળી રહેશે.

રાજ્યને પાણી પૂરું પાડતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 131 ફૂટ સુધી પાણી ભરાયું છે. જેને કારણે નર્મદા ડેમમાંથી કેનાલ સાથે લીંક કરાયેલા રાજ્યના 108 જળાશયો ભરવામાં આવશે. ખાસ કરીને 50 ટકાથી ઓછી સપાટીના ડેમ ભરાશે. આ ઉપરાંત રાજ્યના ધોળીધજા ડેમ, સાબરમતી સહિતની નદીઓ-ડેમમાં છોડવામાં આવશે.

Latest Stories