/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/1_1530687755.jpg)
નૌકામાં સવાર 139 લોકો પૈકી 74 ને બચાવી લેવાયા, 41 લોકો હજી લાપતા
ઇન્ડોનેશિયામાં વધુ એક નૌકા ડૂબી જવાથી 24 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે. જ્યારે 41 લોકો ગુમ થયા છે. આ નૌકામાં 139 લોકો સવાર હતા. જેમાંથી 74 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. છેલ્લાં બે અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી દુર્ઘટના સર્જાયી છે. ગત 18 જૂનના રોજ સુમાત્રાના એક સરોવરમાં આવી જ રીતે નાવ ડૂબી જતાં તેમાંથી 160 લોકો ગુમ થયા હતા.
ઇન્ડોનેશિયાની ટ્રાન્સપોર્ટેશન એજન્સીએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન એજન્સીનું કહેવું છે કે, કેએમ લેસ્તારી નામની નાવ સુલાવાસી દ્વિપની પાસે સમુદ્રમાં પલટાઇ ગઇ હતી. ઘટનાના સમયે નાવ તટથી માત્ર 300 મીટર દૂર હતી. અનેક યાત્રીઓ સમુદ્રમાં તરતા-તરતા મદદની રાહ જોઇ રહ્યા હતા. દેશની ઇમરજન્સી સર્વિસ એજન્સી સ્પોક્સપર્સને કહ્યું કે, વરસાદ અને ઉંચી લહેરો છતાં કેટલાંક યાત્રીઓ નાવમાં જ બેસી રહ્યા હતા. હાલ બચાવકાર્ય ચાલુ છે.