New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-9-2.jpg)
પારાવાર ગરીબીની તસવીર સોશ્યલ મીડિયા પર લોકોને હચમચાવી રહી છે
ભારતમાં એક તરફ અમીરીનો ઝગમગાટ છે તો બીજી તરફ દારૂણ ગરીબીનો અંધકાર પણ છે.આજે ય કોરોડો લોકોને પેટ પુરતુ ખાવાનુ મળતુ નથી.
ગરીબીના હચમચાવી નાંખે તેવા ચિત્રને રજુ કરતી એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં એક શ્રમજીવીને પાવડા પર ખાવાનુ ખાતા જોઈ શકાય છે.
તસવીર ક્યાંની છે તે જાણી શકાયુ નથી પણ એ જોતા એવુ લાગે છે કે કોઈ ખેતરમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ કામ કરનાર શ્રમજીવી છે જેને કોઈએ થાળી કે છેવટે પેપરની જગ્યાએ પાવડા પર જ ખાવાનુ નાંખી આપ્યુ છે.સોશ્યલ મીડિયા પર શેર થઈ રહેલી તસવીર જોઈને લોકો જાત જાતના રીએક્શન આપી રહ્યા છે.
Latest Stories