એક સમયે ભારત-પાકિસ્તાન પણ બન્યા હતા વર્લ્ડ કપના યજમાન

એક સમયે ભારત-પાકિસ્તાન પણ બન્યા હતા વર્લ્ડ કપના યજમાન
New Update

આ છે ક્રિકેટ જગતની એવા વર્લ્ડ કપની વાત જે પ્રથમ વાર ઈંગ્લેન્ડની બહાર રમાયો હતો. જેના માટે BCCIના પૂર્વપ્રમુખ એનકેપી સાલ્વેનું નામ આવકારવા લાયક છે. વાત છે 1987ની કે જયારે વર્લ્ડ કપનું યજમાન પદ પ્રથમવાર ઈંગ્લેન્ડની જગ્યાએ સંયુક્ત રૂપે ભારત અને પાકિસ્તાને મળ્યું હતુ. આની પાછળ એક મહત્વનું કારણ એ છે કે જયારે 1983માં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની મેચ સમયે ઈંગ્લેન્ડનું સાલ્વેને આમંત્રણ મળ્યું હતુ. સાલ્વે ત્યાં પહોંચ્યા તો તેમણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પાસેથી બીસીસીઆઈના બીજા સભ્યો માટે કેટલીક વધારે મેચ ટિકીટની માંગ કરી, પરંતુ તેમને ટિકીટ આપવાની ના પાડતા આ વાત સાલ્વેને આંખમાં કણાની જેમ ખૂંચી. આથી સાલ્વેએ ઇંગ્લેન્ડને વળતો જવાબ આપવા વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ ની બહાર યોજવાનું મનોમન નક્કી કર્યું.

publive-image

તે સમયે આઈસીસી એ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને વીટો પાવર આપ્યો હતો કે, જેના લીધે ઈંગ્લેન્ડની બહાર વર્લ્ડ કપનું આયોજન કરવું શક્ય ન હતુ. અગાઉ સાલ્વેને બીસીસીઆઈના બીજા સભ્યો માંટે ટિકિટ મળી ન હતી તે વાત બેચેની વધારી રહી હતી. પછી વર્લ્ડ કપના આયોજન માટે ભારત-પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એક કમિટી બની જેના અધ્યક્ષ બન્યાં સાલ્વે. તે સમયે 28 દેશ ICCના સભ્ય હતા. તેમાંથી ફક્ત 7 દેશ ટેસ્ટ ક્રિકેટ રમતા હતા, બાકીના 21 દેશોને ટેસ્ટ રમવાનો દરજ્જો મળ્યો નહોતો. ભારતે પૈસાની બોલીમાં ઈંગ્લેન્ડને પાછળ છોડીને ટેસ્ટ રમવાવાળા અને ટેસ્ટ ન રમવાવાળા દેશોને ઈંગ્લેન્ડથી વધુ નાણાં આપવાની રજુઆત કરી. ભારતની આ રજૂઆતને સાંભળીને ICC પણ સ્તબ્ધ થઈ ગઈ અને ભારત-પાકિસ્તાને સાથે મળીને 1987ના વર્લ્ડકપ આયોજનની વોટિંગને જીતી લીધી.અને અંતે 1987નો વર્લ્ડ કપ ભારત-પાકિસ્તાનના સંયુક્ત યજમાન પદે યોજાયો.

#Connect Gujarat #World Cup #Beyond Just News #ક્રિકેટ
Here are a few more articles:
Read the Next Article