/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/1-2.jpg)
ભારતની પ્રથમ પેમેન્ટ્સ બેંક એરટેલ પેમેન્ટ્સ બેંકનાં ગ્રાહકો હવે ગુજરાતનાં 780થી વધુ એચપીસીએલનાં ઈંધણ મથકો ખાતે ઈંધણની ખરીદી માટે સંરક્ષિત અને સુવિધાજનક ડિજિટલ પેમેન્ટ્સ કરી શકશે. આ જાહેરાત અમદાવાદના બેન્કિંગ પોઈન્ટ તરીકે ભવાની પેટ્રોલિયમના ભારતી એરટેલ લિ. ગુજરાતના સીઈઓ મૂર્તિ છગનતી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનાં નોર્થ વેસ્ટ ઝોનના જનરલ મેનેજર રાજેશ મહેતાની દ્વારા ઉદ્દઘાટન દરમિયાન કરવામાં આવી હતી.
આ કેશલેસ પેમેન્ટ્સ સ્માર્ટફોન્સ (માયએરટેલ એપ) થકી અને ફીચર ફોન્સ (યુએસએસડી) થકી કરી શકાશે અને ગ્રાહકો પાસેથી આ ડિજિટલ પેમેન્ટ્સ માટે કોઈ લેણદેણ શુલ્ક લાગુ નહિં કરાશે.
બધા એરટેલ પેમેન્ટ બેન્કના ગ્રાહકોને આ ઈંધણ મથકો ખાતે નવુ ખાતુ ખોલાવવું, રોકડ જમા અને ઉપાડ કરવાની સુવિધા અને નાણાં ટ્રાન્સફર કરવા સહિતની સુવિધા મળી રહેશે.
ભારતી એરટેલ લી.નાં ગુજરાતના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર મૂર્તિ છગનતીએ જણાવ્યુ હતુ કે એચપીસીએલ સાથે ભાગીદારીથી મજબૂત અને વૈવિધ્યપૂર્ણ મર્ચન્ટ ઈકોસિસ્ટમ નિર્માણ કરવાના અમારા પ્રયાસોને ગતિ મળી છે. જેથી અમારા ગ્રાહકોને વધુ ડિજિટલ પેમેન્ટ્સ સુવિધાઓ મળશે.