New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/08150129/maxresdefault-102.jpg)
સુરત જિલ્લાના ઓલપાડમાં આવેલાં સોમનાથ મંદિરમાં
ત્રાટકેલા તસ્કરો દાનપેટી ઉઠાવી ફરાર થઇ ગયાં હતાં. ચોરીની ઘટના મંદિરમાં લાગેલા
સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
ઓલપાડ તાલુકામાં હાલ ચડ્ડી બનીયાનધારી ચોર ટોળકીના
ભયથી લોકો ઠર ઠર કાંપી રહયાં છે. દિન પ્રતિદિન ચોરી ઘટનાઓ વધતી જાય છે ત્યારે
સોમનાથ મહાદેવના મંદિરમાં ચોરી બની હતી. મંદિરમાં મોડી રાત્રે પોણા 3 વાગ્યાની આસપાસ ચડ્ડી બનિયાન ધારી તસ્કરો
મંદિરમાં પ્રવેશ્યા હતાં.અને મંદિર રહેલ દાન પેટી જ આખી ઉઠાવી લીધી હતી.આ સમગ્ર
ચોરીની ઘટના મંદિરમાં મુકેલ સીસીટીવી કેમેરા માં કેદ થઈ જવા પામી હતી.ઉલ્લેખનીય છે
કે આ મંદિરમાં અગાઉ પણ બે વખત ચોરી થઇ ચુકી છે. પોલીસ વહેલી તકે તસ્કર ટોળકીને
ઝડપી પાડે તેવી લોકો માંગ કરી રહયાં છે.