કરજણ: દૂષિત પાણી પીવાના કારણે ૧૨ ઉપરાંત સ્થાનિક લોકો બન્યા ઝાડા ઉલટીનો ભોગ

કરજણ: દૂષિત પાણી પીવાના કારણે ૧૨ ઉપરાંત સ્થાનિક લોકો બન્યા ઝાડા ઉલટીનો ભોગ
New Update

આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને સારવાર અર્થે ખસેડાયા

કરજણ નગરના જલારામ નગર અને સંતોષ નગરમાં દૂષિત પાણી પીવાના કારણે ૧૨ ઉપરાંત સ્થાનિક લોકોને ઝાડા ઉલટીના કેસો બનતા ભારે દહેશત સર્જાવા પામી હતી.

કરજણ નગરના જલારામનગર અને સંતોષ નગરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીને લઈને ઝાડા ઉલ્ટીના કેસો બનતા તંત્ર દોડતું થઇ ગયું હતું. ઝાડા ઉલ્ટીના કેસોના પગલે કરજણ ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને સારવાર અર્થે ખસેડાયા હતા. દર્દીઓએ કરજણ નગરપાલિકાની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. દર્દીઓના જણાવ્યા મુજબ દુષિત પાણી બાબતે વારંવાર નગરપાલિકામાં રજુઆતો કરવા છતાં જવાબદારોએ કોઇપણ જાતનું ધ્યાન ન આપતા ભોગ બનવાનો વારો આવ્યો હતો.

કરજણ નગરપાલિકાને વારંવાર મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી હાથ નહિ ધરાતા જલારામ નગર અને સંતોષ નગરના ૧૨ ઉપરાંત લોકો ઝાડા ઉલટીનો ભોગ બનતા સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝાડા ઉલ્ટીના કેસો બનતા ધારાસભ્ય અક્ષય પટેલ, ભાસ્કર ભટ્ટ સહિતના આગેવાનો સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવી દર્દીઓના ખબરઅંતર પુછી સામુહિક આરોગ્ય કેન્દ્રના જવાબદારોને દર્દીઓની દરકાર લેવા ખાસ તાકિદ કરી હતી.

#Connect Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article