કેવડિયા: આજે પ્રધાનમંત્રી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે, આવતીકાલે ગુજરાતને આપશે સી પ્લેનની ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

New Update
કેવડિયા: આજે પ્રધાનમંત્રી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે, આવતીકાલે ગુજરાતને આપશે સી પ્લેનની ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં આરોગ્ય વન, ન્યૂટ્રિશન પાર્ક, એકતા મોલ, જંગલ સફારી, સરદાર પટેલ પ્રાણી સંગ્રહાલય અને એકતા ક્રુઝ સર્વિસ જેવી કેટલીક યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે હવે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ કેટલીક સેવાઓની શરૂઆત કરશે

હેલિકોપ્ટર દ્વારા પીએમ મોદી કેવડિયા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં કેટલીય સેવાઓની શરૂઆત કરી અને નિરીક્ષણ પણ કર્યું. આજે કેવડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરશે. ત્યારે હવે આવતીકાલે(શનિવાર) પ્રધાનમંત્રી સી-પ્લેનની ગુજરાતને ભેટ આપશે.

આવતીકાલનો પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમઃ

  • સવારે 6.30 વાગ્યે આરોગ્ય વનમાં યોગા ગાર્ડનમાં યોગા કરશે.
  • ત્યારબાદ 7.30 વાગ્યે આરોગ્ય વનમાં બ્રેકફાસ્ટ કરશે.
  • 8.00 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરશે.
  • 8.30 વાગ્યે પરેડ ગ્રાઉન પર જશે ત્યાં પરેડ સલામી આપશે.
  • 9.20 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રજોગ પ્રવચન કરશે.
  • 10.45 વાગ્યે સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે
  • ત્યારબાદ પ્રધાનમંત્રી સી પ્લેનમાં કેવડિયાથી અમદાવાદ રવાના થશે
Latest Stories