New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-163.jpg)
રાજયનું પોલીસ તંત્ર કેવડીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત હતું તે સમયે બંદોબસ્તમાં તૈનાત કરાયેલાં નવસારીમાં એલઆઇબીમાં ફરજ બજાવતાં પીએસઆઇ નિલેશ ફણવિયાએ કપાળમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો.
તેઓ વીઆઇપી સરકીટ હાઉસના પેસેજમાં ફરજ પર હાજર હતાં તે વેળા સાથી પીએસઆઇ પાસેથી તેમની સર્વિસ રીવોલ્વર ફોટો પાડવો છે તેમ કહી લીધી હતી અને તેનાથી કપાળમાં ગોળી મારી દીધી હતી.આ સમગ્ર ઘટના સરકીટ હાઉસ ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આપ પણ જોઇ શકો છો સીસીટીવીના ફૂટેજ
Latest Stories