કોંગ્રેસ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તક કરવા ભાજપની મથામણ

New Update
વિધાનસભા ચૂંટણી 2018 : રાજસ્થાનમાં કોંગ્રેસે મોડી રાત્રે પહેલી યાદી કરી જાહેર 
  • ભાજપ પાસે સંખ્યાબળ એકદમ ઓછું હોવા છતાં તેઓ કોંગ્રેસના એક ડઝન સભ્યો તોડીને સત્તા હાંસલ કરવા મિંટીગોનો દોર શરૂ

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્ત પુરી થઈ રહી હોવાના કારણે અગામી ૧૯મીએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. હવે પછીની અઢી વર્ષની મુદ્ત માટે મહિલા અનુસુચિત જાત્તિની અનામત હોવાના કારણે બંને પક્ષ પાસે ઈડર તાલુકાની બડોલી અને કડીયાદરા બેઠક ઉપરથી ચુંટાયેલા મહિલા સદસ્યો પૈકી કોઈ પણ એકના માથા ઉપર પ્રમુખ પદનો તાજ મુકવામાં આવશે. જો કે ભાજપ પાસે સંખ્યાબળ એકદમ ઓછું હોવા છતાં તેઓ કોંગ્રેસના એક ડઝન સભ્યો તોડીને સત્તા હાંસલ કરવા મિંટીગોનો દોર શરૂ કરી દીધો છે, જયારે કોંગ્રેસ પોતાના સભ્યો ભાજપને ટેકો જાહેર ન કરે તે બાબતે સક્રિય બની ગઈ છે.

૧૫ વર્ષના વનવાસ બાદ પાટીદાર આંદોલનના કારણે સત્તામાં આવેલી કોંગ્રેસ પાસે અત્યારે ર૯ અને ભાજપ પાસે માંડ ૭ સભ્યો હોવા છતાં વિરોધપક્ષના નેતા મહેન્દ્રસિંહ રહેવર ઉપરાંત સંગઠન જિલ્લાકક્ષાના નેતાઓ જિલ્લા પંચાયત હસ્તક કરવા મિંટીગોનો દોર શરૂ કરી દીધો છે, ભાજપી નેતાઓનું માનવું છે કે જો ૧ર કોંગ્રેસી સભ્યો તોડીને તેમનો ટેકો લેવામાં આવે તો તેઓ ૧૯ સભ્યો સાથે સત્તા પર આવી શકે તેમ છે. સત્તા પર આવવાના ભાજપના આશાવાદ પાછળ કોંગ્રેસમાં ભભૂકી રહેલો આંતરીક રોષ પણ જવાબદાર છે, કારણ કે અત્યારે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં જેટલા પણ સભ્યો મહત્વના હોદાઓ ઉપર હતા તેઓએ મન મુકીને ભ્રષ્ટાચાર કર્યો છે, તેમજ ફરીથી તેઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ સિવાયના મહત્વના હોદાઓ આંચકી લેવા માટે લોબીંગ શરૂ કરી દીધુ છે. જયારે પ્રમુખ પદ મહિલા (એસસી) માટે અનામત હોવાના કારણે ઈડરની બડોલી બેઠક ઉપરથી ચુંટાયેલા કોંગ્રેસના સદસ્ય રતનબેન કચરાભાઈ સુતરીયા પ્રમુખ પદે ફિક્સ છે, જો ભાજપ કોંગ્રેસના ૧ર સદસ્યોને તોડી શકે તો ઈડરની કડીયાદરાની બેઠક ઉપરથી ચુંટાયેલા વર્ષાબેન સુભાષભાઈ વણકર પ્રમુખ બની શકે તેમ છે, પરંતુ ભાજપ માટે સત્તા હાંસલ કરવી અત્યારે મુશ્કેલ લાગી રહ્યુ છે.

  • પાલિકામાં ૧રમીએ, તા.પં.માં ર૦મી પ્રમુખની વરણી

હિંમતનગર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ નિલાબેન પટેલનો કાર્યકાળ પુરો થતાં અગામી ૧રમીએ બપોરે ૧ર કલાકે પાલિકાના સભાખંડમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવશે, જેમાં અનિરુધ્ધભાઈ સોરઠીયા, સાવનભાઈ, રાજુભાઈના નામ ચર્ચામાં છે, જયારે હિંમતનગર તાલુકાના પંચાયતના પ્રમુખ ઈમરાન ઠાકોરની મુદ્ત પુરી થતાં ર૦મીએ તા.પં.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે.

Latest Stories