કોરોના મહામારી : રાજ્યમાં આજે વધુ 1365 નવા કેસ નોંધાયા, 15 દર્દીઓના મોત

New Update
કોરોના મહામારી : રાજ્યમાં આજે વધુ 1365 નવા કેસ નોંધાયા, 15 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1365 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. અને 15 દર્દીઓના મોત થયા છે, જ્યારે રાજ્યમાં 1335 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 112336 પર પહોંચી છે. જ્યારે મુત્યુઆંક 3198 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.61 ટકા છે.

રાજ્યમાં આજે 1365 નવા નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશન 173, અમદાવાદ કોર્પોરેશન 153, સુરત 105, જામનગર કોર્પોરેશન 103, રાજકોટ કોર્પોરેશન 95, વડોદરા કોર્પોરેશન 84, રાજકોટ 51, મહેસાણા 50, વડોદરા 39, પાટણ 31, પંચમહાલ 29, મોરબી 28, બનાસકાંઠા 26, અમરેલી 25, ભાવનગર કોર્પોરેશન 24, અમદાવાદ 22, જામનગર 22, ગાંધીનગર 21, દાહોદ 20, જુનાગઢ 20, ભરૂચ 19, જુનાગઢ કોર્પોરેશન 19, સુરેન્દ્રનગર 19, તાપી 19, કચ્છ 18, ભાવનગર 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગીર સોમનાથ 15, નવસારી 15, નર્મદા 14, બોટાદ 10, મહીસાગર 10, સાબરકાંઠા 10, દેવભૂમિ દ્વારકા 9, ખેડા 9, વલસાડ 7, આણંદ 6, પોરબંદર 6, છોટા ઉદેપુર 4અરવલ્લી 2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 15 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં સુરત કોર્પોરેશન 4, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 દર્દીનું મોત થયું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 92,805  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ સંખ્યા 16333 થઈ છે, 90 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,243 સ્ટેબલ છે.આજે રાજ્યમાં 74,781 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Latest Stories