/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/01211741/in-coronavirus_34.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1335 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 14 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં 1212 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1,04,341 પર પહોંચી છે.અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3108 થયો છે.
રાજ્યમાં આજે 1335 નવા નોધાયેલ કેસ પૈકી સુરત 295, અમદાવાદ 173,રાજકોટ 151,વડોદરા 127,જામનગર 106,ભાવનગર 49,ગાંધીનગર 41,પંચમહાલ 31,જૂનાગઢ-કચ્છ-મહેસાણા 29,અમરેલી-નર્મદા 23,ભરૂચ 22,મોરબી-સુરેન્દ્રનગર 21,દાહોદ 17,પાટણ 16,ગીરસોમનાથ-સાબરકાંઠા 15,આણંદ 14,તાપી 13,બનાસકાંઠા-દ્વારકા 12,ખેડા-નવસારી 11,વલસાડ 8,છોટાઉદેપુર 6,મહીસાગર 5,અરવલ્લી 4,બોટાદ-પોરબંદર 3 કેસ
રાજ્યમાં આજે 14 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, મોરબીમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં હાલ 16,475 એક્ટિવ કેસ છે, જ્યારે 84,758 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,383 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.23 ટકા છે.