ક્ચ્છ : બ્રાઉન સુગર પ્રકરણમાં આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર, અમદાવાદ એટીએસમાં થશે પૂછતાછ

New Update
ક્ચ્છ : બ્રાઉન સુગર પ્રકરણમાં આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર, અમદાવાદ એટીએસમાં થશે પૂછતાછ

અમદાવાદ એટીએસ દ્વારા રવિવારે કચ્છના માંડવીમાંથી 1 કિલોગ્રામ બ્રાઉન સુગર ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા બંને આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભુજ સેશન્સની એનડીપીએસ કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ 10 દિવસના રિમાન્ડ બંને આરોપીના મંજુર કર્યા છે

પ્રાપ્ત વિગતો મુજબ ATSએ માંડવીથી બે કિલોમીટર અગાઉ આવતા કોડાય ત્રણ રસ્તા પાસે જલારામ અન્નક્ષેત્ર પાસે વૉચ રાખી હિરો હોન્ડા મોટર સાયકલ પર જતાં બે યુવકોને 1 કિલોગ્રામ બ્રાઉન સુગરના જથ્થા સાથે દબોચી લીધા હતા. પોલીસે પકડેલાં યુવકોમાં માંડવીના નાદિર હુસેન સમેજા ઊર્ફે રાજા અબ્દુલ સત્તાર અને કાઠડા ગામના ઉમર હુસેન વાધેરનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ બ્રાઉન સુગરની કિંમત અંદાજે 1 કરોડ જેટલી થાય છે.ડ્રગ્સનો આ જથ્થો સમુદ્રીમાર્ગે ભારતમાં ઘુસાડાયો હોવાની સંભાવના છે.આરોપીઓની સઘન પૂછતાછ માટે બંનેને એટીએસ દ્વારા ભુજ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે દરમિયાન સુત્રોના જણાવ્યા પ્રમાણે, પકડાયેલા બે આરોપી પૈકી નાદિરહુસેન બોટને ધક્કો મારવાનું કામ કરતો હતો. જ્યારે ઉંમર હુસેન વાઘેર બોટનો ડ્રાઇવર હતો.બંને આરોપીને અમદાવાદ એટીએસ ખાતે પૂછતાછ માટે લઈ જવાશે જ્યાં આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા કોને વહેંચવા જવાના હતા હજી કેટલા સંડોવાયેલા છે તે સહિતની વિગતો ખુલવા પામશે.

Latest Stories