New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/D-ittD9UEAEze8T.jpg)
ખીમચંદ ચાંદરાણી અમરેલીથી સાયકલ ચલાવી પોહચ્યા હતા દિલ્હી
લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 300થી વધારે સીટો મેળવી હતી. અમરેલીના ખીમચંદ ચાંદરાણીએ માનતા રાખી હતી કે, જો ભાજપ 300+ બેઠકો મેળવશે તો સાયકલ ચલાવીને દિલ્હી જશે. પોતાની આ માનતા પૂરી કરવા તેઓ સાયકલ પર 1100 કિલોમીટર અંતર કાપીને દિલ્હી પહોંચ્યા હતા. આ માટે તેમને 17 દિવસ લાગ્યા હતા.
ખીમચંદ ચાંદરાણીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ પણ તેમને બિરદાવ્યા હતા અને ટ્વિટર પર તેમની સાથેનો ફોટો શેર કરી આભાર માન્યો હતો. અમરેલી લોકસભા બેઠક પર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હરાવી અને વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ સતત ત્રીજી વખત ભવ્ય જીત મેળવી હતી. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 2014ની જેમ તમામ 26 બેઠક પર કમળ ખીલવ્યું હતું.
Latest Stories