/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/15150226/maxresdefault-198.jpg)
રાજયમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને
ગુણોત્સવ પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાનું આંધણ થઇ રહયું હોય તેવો કિસ્સો ખેડા
જીલ્લાના ઠાસરા તાલુકાના નવી મુવાડી ગામેથી બહાર આવ્યો છે. દેશના ભવિષ્ય સમાન
બાળકો આજે પણ દિવાના અજવાળે અભ્યાસ કરી રહયાં છે.
વિકાસશીલ ગણાતા ગુજરાતના એક ગામ વિકાસથી જાણે જોજનો દુર હોય તેમ લાગી રહયું છે. ઠાસરાના નવી મુવાડી ગામમાં
આજે પણ ગૃહિણીઓ ચુલા પર રસોઇ બનાવી રહી છે. નવી મુવાડી ગામમાં 400થી વધારે લોકો વસવાટ
કરી રહયાં છે પણ તેઓ રસ્તા, પાણી અને વીજળી સહિતની માળખાકીય સુવિધાઓથી વંચિત રહી ગયાં છે. મુખ્ય
રસ્તાથી ગામમાં જવા માટે આજે પણ માત્ર કાચી કેડી છે.
વીજળી નહિ હોવાથી બાળકો દિવાના અજવાળે
ભવિષ્યનું ઘડતર કરી રહયાં છે. વિદ્યાર્થીઓ બે કીમી ચાલીને અન્ય ગામની શાળામાં
અભ્યાસ માટે જઇ રહયાં છે. રાજયમાં સરકારો બદલાતી રહી પણ કશું ન બદલાયું હોય તો તે
જ ગામની સ્થિતિ. આજના આધુનિક યુગમાં પણ ગામલોકો નર્કાગારમાં જીવી રહયાં હોય
તેમ લાગી રહયું છે. ગેસના ચુલા ના હોવાથી લાકડા વીણી ગૃહિણીઓ ચુલા ઉપર
રસોઈ કરે છે. તેમને જોતા ઉજવલ્લા યોજના ચુલાના ધુમાાડા બની ઉડી જતી હોય તેમ લાગી
રહયું છે.ગામમાં એમ્બયુલન્સ પણ આવી શકે તેમ ન હોવાથી દર્દીઓને ખાટલામાં નાંખીને બે
કીમી દુર મુખ્ય રસ્તા સુધી લઇ જવા પડે છે. ગુજરાતની વિકાસશીલ અને સંવેદનશીલ સરકાર
ગામ લોકોની સંવેદનાને સમજશે
તો સાચા અર્થમાં વિકાસ થયો ગણાશે.