/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/11161301/maxresdefault-139.jpg)
ખેડા ગામમાં આવેલ શાંતિનિકેતન શાળામાં અભ્યાસ કરતા ભાવિકા પરમારે
કરાટેની સ્પર્ધામાં બ્લેક બેલ્ટ જીતીને ખેડાનું નામ રોશન કર્યું છે
ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની જો વાત કરવામાં આવે તો તે ખેડાની પ્રથમ મહિલા કરાટે સ્પર્ધા બ્લેક બેલ્ટ ભાવિકા પરમાર છે. બ્લેક બેલ્ટ જીતીને આવતા તેમને પોતાની શાળા અને તેમના માતાપિતાનું નામ ગર્વથી ઊંચુ કર્યું છે ત્યારે ખેડામાં આવેલ શાંતિનિકેતન શાળામાં તેઓએ કે.જી.થી બેચલર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમને પેટલાદમાં લેવાયેલ ઇન્ડિયન ઓફ ઇન્સ્ટ્રક્ટર પરીક્ષાના સેમિનારમાં સનસાઈન સંદીપ પંડ્યા B. સુધાકર એ બ્લેક બિલની પરીક્ષા તેઓએ ખૂબ જ સારા પર્ફોર્મન્સ સાથે આપી અને તેઓ પોતે ખેડા પ્રથમ મહિલા કરાટે બ્લેક બેલ્ટ બન્યા છે અને તેમને સરકાર દ્વારા ચાલતા ખેલ મહાકુંભમાં પણ ભાગ લઈને વારંવાર ખેડા ગામનું નામ ગર્વથી રોશન કર્યું છે
દિવસેને દિવસે મહિલાઓ ઉપર વધતી જતી હેરાન ગતિથી તેઓ હવે કરાટે શીખીને પોતાનું સ્વરક્ષણ કરી શકે છે અને હાલ ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ ઉપર વધારે ભાર આપવામાં આવ્યું છે ત્યારે કરાટે શીખી અને બીજાને પણ શીખવાડી તેઓ એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે