ગાંધીનગરઃ દરબારોએ દલિય યુવાનનો વરઘોડો અટકાવી કર્યા અપમાનિત

ગાંધીનગરઃ દરબારોએ દલિય યુવાનનો વરઘોડો અટકાવી કર્યા અપમાનિત
New Update

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને સરકાર ઉપર સાધ્યું નિશાન

ગુજરાતમાં દલિત અત્યાચાર દિવસે ને દિવસે જાણે વધી રહ્યા છે. રોજ નવા નવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આજે દલિત યુવાનનો વરઘોડો અટકાવ્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકામાં આવેલા પારસા ગામે આજરોજ એક દલિત યુવાનનો વરઘોડો નીકળ્યો હતો. ઘોડી ઉપર સવાર થઈને વરઘોડો લઈને નીકળેલા યુવાનને ગામના દરબાર સમાજના લોકોએ ઘોડી ઉપરથી ઉતારી અપમાનિત કર્યો હતો. સાથે આખો વરઘોડો અટકાવી દેતાં એક તબક્કે માહોલ ગરમાયો હતો.

ગાંધીનગર જિલ્લામાં દલિત યુવાન અને તેના પરિવાર સાથે થયેલા આ અપમાનિત વર્તન સામે વડગામના ધારસભ્ય અને દલિત નેતા જીજ્ઞે મેવાણીએ ટ્વિટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હજી તો ગઈ કાલે જ ડીજીપીએ પ્રેસકોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, ગુજરાતમાં દલિત સુરક્ષિત છે. ત્યારે આજે ગાંધીનગર જિલ્લામાં જ દલિય યુવાનને ઘોડી ઉપરથી ઉતારી અપમાનિત કર્યા છે. નક્કી આ સરકારનું કોઈ ષડયંત્ર છે તેમ કરી સરકારને નિશાન બનાવી હતી.

#Gujarat #News #Gujarati News #Jignesh Mevani #Dalit #GhandhiNagar
Here are a few more articles:
Read the Next Article