ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા દ્વિતીય સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં 51 યુગલો લગ્નગ્રંથી થી જોડાયા

New Update
ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા દ્વિતીય સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં 51 યુગલો લગ્નગ્રંથી થી જોડાયા

અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દ્રિતીય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બે મુસ્લિમ યુગલોના જોડા સહિત 51 જેટલા વિવિધ જ્ઞાતિના નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડીને લગ્નગ્રંથી થી જોડાયા હતા.

અંકલેશ્વર નગરમાં છેલ્લા બે વર્ષોથી મેગા નવરાત્રી મહોત્સવ તેમજ એક સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવના સફળ આયોજન બાદ સતત બીજા વર્ષે ગુંજ સોશિયલ ગૃપ દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન હાથ ધરાયુ હતુ. સામાજિક ઉત્કર્ષ અને સમરસતાના ભગીરથ કાર્યમાં અંકલેશ્વરના અનેક સેવાભાવી દાતાશ્રીઓનો આર્થિક સહયોગથી શહેરના હરિ દર્શન સોસાયટી પાછળ દ્રિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો.

આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 51 જોડાઓ પૈકી બ્રાહ્મણ, કોળી પટેલ, રાણા, મોઢ ઘાંચી, દલિત તેમજ મુસ્લિમ સમાજના નવયુગલોએ 12 મી ફેબ્રુઆરીના રોજ લગ્ન બંધને બંધાયા હતા.

સવારે સાત કલાક થી સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ થયો હતો. અને વરરાજાઓનો વરઘોડો લક્ઝરિયસ કારોમાં ડી જે ની સુરાવલી સાથે નીકળ્યો હતો.

સમારોહ દરમિયાન સંત મહંત,ઉદ્યોગ અગ્રણીયો,સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.

લગ્ન પ્રસંગે દીકરીઓને કરિયાવરમાં કબાટ, પલંગ, ગાદલા, પાનેતર, ખુરશી, મંગળસૂત્ર, ચાંદીની ગાય, વાસણ, કાંડા ઘડિયાળ, દિવાલ ઘડિયાળ,ચાદર,બ્લેન્કેટ, ટિફિન મિલ્ટન, ધાર્મિક પુસ્તક,તાંબાના લોટા, પવાલી, બેડુ, કંકાવટી, ઈસ્ત્રી, શાલ, ચાંદીનો સિક્કો, ડિનર સેટ સહિતની વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી.

Latest Stories