ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનો રાત્રિનો નજારો

New Update
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનો રાત્રિનો નજારો

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાતું પાણી સરદાર સરોવરમાં આવી રહયું છે. સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણી આવતાં કેવડીયા કોલોની સ્થિત નર્મદા ડેમ 137.02 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. જે નર્મદા ડેમની અત્યાર સુધીની સૌથી વધારે સપાટી નોંધાય છે.

ગત વર્ષે ચોમાસામાં ખાલીખમ થઇ ગયેલો નર્મદા ડેમ આ વર્ષે પાણીથી ભરપુર છે. ઉપરવાસમાંથી આવી રહેલા વિપુલ પ્રમાણમાં પાણીના કારણે નર્મદા ડેમ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચી ગયો છે. સરદાર સરોવરમાં 8 લાખ કયુસેકથી વધારે પાણીનો આવરો છે જેની સામે નદીમાં પણ 8 લાખ કયુસેક પાણી છોડાઇ રહયું છે. ડેમના કેનાલ હેડ પાવર હાઉસ અને રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન ધમધમી રહયાં છે. ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પુરની સ્થિતિ હોવાના કારણે નર્મદા ભરૂચ અને વડોદરા ના 144 ગામો ને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. બીજી તરફ પુનમની ભરતી હોવાથી ડેમમાંથી છોડાતા પાણીની માત્રા નહી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ડેમના 23 દરવાજા 4.15 મીટરની સપાટી સુધી ખોલવામાં આવ્યાં છે.

Latest Stories