છોટાઉદેપુર: મોટીસધલી ગામમાં આવી દીપડાએ કર્યો હૂમલો,૩ ઘવાયા

છોટાઉદેપુર: મોટીસધલી ગામમાં આવી દીપડાએ કર્યો હૂમલો,૩ ઘવાયા
New Update

છોટાઉદેપુરના મોટીસધલી ગામમાં દીપડો આવી ચડતા બે મહિલા સહિત ત્રણ પર હુમલો થયો. ગામ ના એક મકાન મા ઘુસી ગયેલ દીપડાનું રેસ્ક્યુ કરવા પહોંચેલા DCF અને ફોરેસ્ટર પર પણ દીપડા એ હુમલો કરી દીધો ગામમાં ડર માહોલ જોવાઇ રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના મોટી સઘલી ગામમાં ગત રાત્રિના સમયે દીપડો આવી ચઢ્યો હતો. વહેલી સવાર ના સમયે બે મહિલા અને એક પુરૂષ સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કરી દેતા ગામના લોકોમાં ડરનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.જોકે વન વિભાગ ને જાણકારી મળતાં જ તાત્કાલિક મોટી સઘલી ગામેં વન વીભાગના કર્મચારી અને છોટાઉદેપુર જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.

દીપડો ગામમાં ઘુસી ગયા બાદ જે રીતે હુમલાઓ કરી રહ્યો હોય દીપડાને ઝડપી પાડવાનું વન કર્મીના ઉચ્ચ અધિકારીઓએ નક્કી કરતા તેનું રેસ્કયુ હાથ ધરાયું હતું. આ દીપડો એક મકાનની અંદરના ભાગમાં ઘુસેલો હોઈ વન વિભાગના કર્મીઓને દીપડાને પકડવાની મુશ્કેલ હતું. મકાનની બહાર જાળી લઈને ઉભેલ કર્મચારીઓ દીપડો બહાર આવે તેની રાહ જોતા ઉભા રહયા, પણ દીપડો બહાર ન આવતા આખરે વન વિભાગના ડી.સી.એફ, ફોરેસ્ટર સહિત ચાર વ્યક્તિઓ મકાનની અંદરની બાજુએ જતા જ ફોરેસ્ટર પર દીપડાએ હુમલો કરી દીધો હતો.જોકે ડી.સી.એફ નિલેશ પંડિયાએ સેફટી ગાર્ડ પહેરેલ હોઈ ફોરેસ્ટરને બચાવી લેવામાં સફળતા મળી હતી. બન્નેને થોડી ઘણી ઇજાઓ થઈ હતી. સદનસીબે આ બંન્ને વનકર્મીનો આબાદ બચાવ થયો હતો.

ભૂખ્યા તરશ્યા ગામ લોકોમાં દીપડાના આંતકને લઇ મકાનોના ધાબા ઉપર ચડી ગયા છે. તો કેટલાક લોકો ઘરમાં બાળકો સાથે પુરાઈ રહયા છે. દીપડો જલ્દી થી મકાનમાંથી નીકળી જંગલ તરફ જતો રહે તેની હાલ તો ગામ લોકો રાહ જોઇ રહયા છે. જોકે વન વિભાગ દ્વારા હાલ સુધી દીપડો ન પકડાતા ગામ લોકોમાં ભય સાથે નારાજગી પણ જોવાઇ રહી છે.

દીપડાએ વન કર્મીપર પણ હુમલો કરતા વનકર્મીઓમાં પણ એક તરફ ભય જોવાય રહ્યો છે. હાલ તો દીપડાને પકડવા માટે ની કવાયત સ્થગિત કરવામાં આવી છે.મોડી રાત્રિના સમયે દિપડો નીકળી જાય તેવી હાલ તો વન વિભાગ રાહ જોઇ રહ્યું છે.

વન વિભાગે તો હાલમાં જણાવી દીધું કે દીપડો રાત્રિના સમયે નીકળી જશે.ગામ લોકોને ઘર માંથી બહાર નહિ નીકળવું તેમ જણાવવામાં આવ્યું છે.વન વિભાગ હાલ તો દીપડો જે મકાનમાં ઘુસી ગયો છે તે મકાન પર સતત નજર રાખી રહ્યું છે.

#Connect Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article