/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/photo-1.jpg)
છોટાઉદેપુર-બારીયા રોડ ઉપર ટ્રક ઘરમાં ઘૂસી જતાં એક જ પરિવારના ત્રણના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે વહેલી સવારે GJ-17 UU-0684 નંબરની ટ્રક છોટાઉદેપુર-બારીયા રોડ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે મંડલવા ગામ પાસે ટ્રક ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની બાજુમાં આવેલા ઘરમાં ટ્રક ઘુસી ગઈ હતી. જેથી ઘરમાં સુતેલા એક જ પરિવારના ત્રણ વ્યક્તિ મોતને ભેટ્યા હતા. મૃતકોમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને આગળની તપાસ શરૂ કરી હતી. અકસ્માત બાદ ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક લોકો રોષે ભરાતા ટ્રકમાં તોડફોડ કરી હતી.
મૃતકોના નામ: સંતોષ રમેશભાઇ રાઠવા, કૈલાશ સંતોષભાઇ રાઠવા, અવિનાષ સંતોષભાઇ રાઠવા.