New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/2-5.jpg)
જંબુસર તાલુકાના કાવી ગામમાં સ્થાપેલ શ્રીજીની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બસ સ્ટેન્ડથી આન બાન શાન સાથે બેન્ડબાજાના તાલે શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી.
કાવી બસ સ્ટેન્ડ પાછળ ભાગોળ વિસ્તારમાં દર વર્ષે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. કાવી ગામમાં આઠ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીની ભવ્ય વિસર્જન શોભયાત્રા આજરોજ કાવી ગામમાં પીપળચોકથી મેઇન બજાર થઈ નીકળી હતી. શોભયાત્રામાં બેન્ડબાજાના તાલે ગરબા, ટીમલી, રાસ, દેશભકિત ગીત વગેરે ગીતો ઉપર શ્રીજી ભક્તો ઝુમી ઉઠ્યા હતા. ભક્તોએ વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરીયા આવતા વર્ષે વહેલા આવજોનું વચન લઇ ભાવભીની આંખે કાવી ગામના તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપી હતી.
Latest Stories