જંબુસર ખાતે સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરતાં સાંસદ મનસુખભાઇ વસાવા

New Update
જંબુસર ખાતે સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરતાં સાંસદ મનસુખભાઇ વસાવા

જનતા કેળવણી મંડળ જંબુસર સંચાલિત ડી .જે .શાહ સ્કૂલ અને જે .એમ .શાહ સાયન્સ કોલેજમાં મુંબઈની અલ્કાઇલ અમિન્સ કેમિકલ્સ લી.ના સહયોગથી સ્માર્ટ ક્લાસ બનાવાયા છે .જેનું ઉદ્દઘાટન આજ રોજ ભરૂચ મત વિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવાએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ડીજે શાહ સ્કૂલ ખાતે આ વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ચેરમેન શિરિશભાઈ શાહ ,વાઇસ ચેરમેન રશ્મિકાંત દેખતાવાળા ,ભૂપેન્દ્ર રાઠોડ ,ન.પા.પ્રમુખ કૌશલ્યા દુબે ,દાતા કંપનીના ડાયરેક્ટર કિરીટ પટેલ ,કંપનીના અધિકારીઓ ,વાલીગણ ,શિક્ષણ પ્રેમીઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાની બાલિકાઓએ રજૂ કર્યા હતા .મહેમાનોના પુષ્પ ગુત્થી સ્વાગત બાદ કાર્યક્રમના ઉદઘાટક મનસુખ વસાવાએ આ સ્માર્ટ ક્લાસની સફળતા ઇચ્છી હતી .તો સંસ્થાના ડીજે શાહ પ્રાથમિક શાળાના આચાર્ય મહેશ ગાંધીએ આવકાર પ્રવચન કર્યું હતું .ધારાસભ્ય સંજય સોલંકીએ વિજ્ઞાન સાથે કદમ મિલાવવા સ્માર્ટ ક્લાસના શિક્ષણને આવકાર્યું હતું . શિરીષ ભાઇ શાહે સ્માર્ટ ક્લાસ માટે દાતા કંપનીના ડાયરેક્ટર કિરીટભાઇ પટેલને આભાર વ્યક્ત કરી સ્માર્ટ ક્લાસમાં તજજ્ઞો થકી ભારતના ભાવિ નાગરિકો કરશે એવી લાગણી વ્યક્ત કરી હતી .આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું .

Latest Stories