/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-169.jpg)
જંબુસરનાં જંત્રાણ ગામે આવેલ વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે "છોટા મૂંહ છોટી છોટી બાતે" નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદર્શની યોજી વિવિધ વિષયો ઉપર માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાધન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે "છોટા મૂંહ છોટી છોટી બાતે" નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેશભાઈ પટેલનાં માર્ગદર્શન અને શાળાનાં ટ્રસ્ટી ગૌતમસિંહ યાદવનાં સંચાલન હેઠળ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો ઉપર પ્રદર્શની યોજી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વિજ્ઞાન મેળો, સામાજિક જાગૃતિ, જાગો ગ્રાહક જાગો, વૈદિક ગણિત, ટ્રાફિક અવેરનેસ,સરકાર તરફ થી મળતી માહિતીનું માર્ગદર્શન, અંધશ્રદ્ધા, યોગ સ્વાસ્થ્ય શિક્ષણ,ભારતીય સંસ્કૃતિ, સ્વસ્થ ખોરાક જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.