New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/kashmir_kupwara_1493270921_618x347.jpeg)
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. દરેક આતંકીઓ લશ્કર-એ-તોઈબા સાથે જોડાયેલા હતા. ઈન્ટેલિજન્સ એજન્સી પાસેથી આતંકીઓ લસ્સીપોરા વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકીઓએ પહેલા જવાનો પર ગોળી ચલાવી હતી અને ત્યાર પછી જવાબી કાર્યવાહીમાં સેનાએ આતંકીઓને ઠાર કર્યા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસના એક સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે હજી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. તેમની પાસેથી બે એકે 47 રાઈફલ, એક એસએલઆર, એક પિસ્તોલ અને ગોળા બારુદ મળી આવ્યા છે.
Latest Stories