/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-89.jpg)
ભિક્ષાના રૂપિયા બાબતે મહિલા સાથે માથાકૂટ કરી માથામાં ભોથડ પદાર્થ મારી હત્યા કરી
જસદણ તાલુકાના પાંચવડા ગામમાં ભિક્ષાવૃતિ કરવા આવેલા બે શખ્સોને મહિલા સાથે ભિક્ષાના રૂપિયા આપવા બાબતે માથાકૂટ કરી હતી. જે બાદ બન્ને ભિક્ષુકો ઉશ્કેરાતાં મહિલાના માથામાં બોથડ પદાર્થ મારતા મહિલાનું મોત નિપજ્યુ હતું. ઘટનાને અંજામ આપી બંને શખ્સો ત્યાંથી નાસી છુટ્યા હતા. બીજી તરફ ઘરમાં રહેલી બંને દિકરીઓએ બુમાબુમ કરતાં આડોશ પાડોશના વ્યક્તિઓ એકઠા થઈ ગયા હતા. મૃતક મહિલાનો પતિ ખેતરે દવા છાંટવા ગયો હતો. જ્યારે સાસુ નાના દિકરાને ત્યાં ગયા હતા.
પોલિસના જણાવ્યા મુજબ આટકોટના પાચવડા ગામે અશોકભાઇ સાવલીયાના ઘરે બે ભિક્ષુકો ભિક્ષા માગવા આવ્યા હતા. ઘરે અશોકભાઇની પત્ની જયશ્રીબેન હાજર હોય બન્ને ભિક્ષુકોએ તેની પાસે ભિક્ષા માગી હતી. ત્યારે જયશ્રીબેન અને બન્ને ભિક્ષુકો વચ્ચે ભિક્ષાના રૂપિયાને લઇ માથાકૂટ થઇ હતી. બન્ને ભિક્ષુકો ઉશ્કેરાતા જયશ્રીબેનના માથામાં બોથડ પદાર્થ મારી દેતા લોહીલૂહાણ થઇ ગયા હતા. આ અંગે આટકોટ પોલીસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ બંને શખ્સોની શોધખોળ શરૂ છે તેમજ શકમંદોની પુછપરછ પણ કરવામાં આવી રહી છે.