જામનગર: રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓને રક્ષિત કરવા ઝુંબેશ,75 થી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા

New Update
જામનગર: રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓને રક્ષિત કરવા ઝુંબેશ,75 થી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા

જામનગરમાં ઇન્ટેન્સિફાઈડ મિશન ઇંદ્રધનુષ 2.0 અંતર્ગત શહેરના રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓને રક્ષિત કરવા ઝુંબેશ હાથ

ધરવામાં આવે છે. જે હેઠળ મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી  ફેસ - 3 વિસ્તારમાં મજૂરી કામ અર્થે બહારના વિસ્તારોમાંથી

સ્થળાંતર કરીને આવેલ કુટુંબોને આવરી લેવા માટે યુ.પી.એચ.સી પાણાખાણની ટીમ દ્વારા

જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ લાભાર્થીઓ સમગ્ર દિવસ દરમ્યાન મજૂરી કામે જતાં હોય તેમના રહેણાંકના સ્થળે

ઉપલબ્ધ નથી હોતા અને રસીકરણ વિષે તેમની માનયતાઓને કારણે તેઓ વેકસીન થી દૂર રહે છે.

આ પડકારને પહોંચી વળવા આરોગ્ય કાર્યકરાઓની ટીમ સાથે મેડિકલ ઓફિસર અને સી.પી.સી.ની

રાહબરી હેઠળ રાત્રિના સમયે સેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઝૂપડપટ્ટઓમાં

રૂબરૂ જઇને લાભાર્થીઓને રસીકરણ માટે કાઉન્સેલિંગ કરી પ્રોત્સાહિત કરી રક્ષિત

કરવામાં આવ્યા હતા.દિવસ અને રાત્રિના રસીકરણ સેશન બે દિવસ સુધી સતત આયોજિત કરી 75 થી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા.

Latest Stories