જામનગરના મહિલા કોર્પોરેટરનું રૌદ્ર સ્વરૂપ, હાથમાં લીધો ધોકો

જામનગરના  મહિલા કોર્પોરેટરનું રૌદ્ર સ્વરૂપ,  હાથમાં લીધો ધોકો
New Update

જામનગર મહાનગર પાલિકા માં શાસક પક્ષના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ ગરીબો માટે દંડો ઉગામ્યો હતો . જામનગરમાં ભાજપના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓને અનોખી રીતે રજુઆત કરી છે. હાથમાં દંડો લઈ નગરસેવિકા મહાનગરપાલિકાની ઓફિસે પહોંચ્યા હતા અને જેએમસીના કર્મચારીઓ ગરીબ માણસોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરી ફાઇલોનો છૂટા ઘા કર્યા હતા.

જામનગરમાં તળાવની પાળે રેકડી ધારકો રોજીરોટી માટે રેકડી રાખતા હતા તેમણે જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ હટાવતા આ લોકોએ નગરસેવિકા રચનાબહેનની રજૂઆત કરી હતી છ થી સાત ગરીબ રેકડી ધારકોની રોજીરોટી છીનવાઇ જતા નગરસેવિકાએ અગાઉ પણ મહાનગર પાલીકા ના અધિકારીઓને રજૂઆત કરી હતી જોકે અધિકારીઓએ નગરસેવિકાની રજૂઆત સાંભળી ન હતી અને તાત્કાલિક એક્શન લીધી હતી.નગરસેવિકા રચના નંદાણીયાએ વારંવાર ગરીબ માણસોની રોજીરોટી ન છીનવાઈ તે માટે રજૂઆત કરી હતી.

તેમ છતાં જેએમસી ના કર્મચારીઓ કોઈ વાત સાંભળી ન હતી અને આખરે નગરસેવિકા હાથમાં ધોકો લેવો પડ્યો હતો. જો કે નગરસેવીકાએ હાથમાં ઘોકો લઇ કર્મચારીઓને સમજાવ્યા છે અને આવું બીજી વખત ના થાય તે માટે ચીમકી આપી છે.જેએમસીના અધિકારી મુકેશ વરણવાને સારી રીતના નગરસેવીકાએ સમજાવ્યા છે.તેની ઓફિસમાં જઇને ફાઈલોના છૂટા ઘા કર્યા હતા અને અધિકારીઓને માર મારવાની ખુલ્લી ચીમકી પણ આપી હતી મીડિયા સાથેની વાતચીતમાં રચનાબેન નંદાણીયા જણાવ્યું કે હવે ગરીબ માણસો ને નગરપાલિકાના કર્મચારીઓ પરેશાન કરશે તો તેમને માર પણ પડશે.

#Connect Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article