જુનાગઢ:ધોરાજી તાલુકાના કલાણા ગામે એક યુવક પર જીવલેણ હુમલો

જુનાગઢ:ધોરાજી તાલુકાના કલાણા ગામે એક યુવક પર જીવલેણ હુમલો
New Update

પ્રેમ પ્રકરણમાં યુવક ચિરાગભાઈ પર થયો જીવલેણ હુમલો

ઇજાગ્રસ્ત ને પ્રાથમિક સારવાર મોટીમારડ હોસ્પિટલ બાદ હાલત ગંભીર થતા વધુ સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે.પ્રેમ પ્રકરણ ના એક કીસામાં ધોરાજી તાલુકા ના કલાણા ગામે કડીયા કુંભાર જ્ઞાતિ ના પરણીત યુવક પર પટેલ જ્ઞાતિ ના યુવકનો જીવલેણ હુમલો

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ ધોરાજી તાલુકા કલાણા ગામે કડીયા કુંભાર જ્ઞાતીના યુવક ચિરાગભાઇ ગીરીશભાઇ ચાવડા ઉ.વ ૨૫ નામના યુવકે કલાણા ગામની પટેલ યુવતી સાથે અંદાજે એકાદ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હોય ચિરાગભાઇનું લગ્ન જીવન સુખેથી પસાર થતુ હોય ત્યારે ગઇકાલે બપોરના સમયે ચિરાગભાઇ કલાણા ગામમાં આવેલ ઠંડાપીણાની દુકાને ઠંડુ પીવા ગયેલ હોઈ ત્યારે તેજ ગામના પટેલ યુવક વિલાસભાઇ લક્ષ્મીદાસ સેરઠીયા ઉ.વ ૪૦ ચિરાગભાઇના માથાના ભાગે અને પગ ના પગે કોઇ હથિયાર વડે હુમલો કરતા ચિરાગભાઇ લોહી લુહાણ થઈ ગયા હતા અને ત્યાંજ પડીગયા હતા.

ત્યારબાદ મોટીમારડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવા મા આવ્યા હતા અને ત્યાર બાદ હાલત ગંભીર થતા વધુ સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે હાલ પોલીસ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article