/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/09172229/junagadh..jpg)
જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં કામ કરતા
કર્મીઓના 13 જેટલા પડતર પ્રશ્નો છે. તમામ પ્રશ્નોને
ઉકેલવા માટે તંત્ર સામે વારંવાર રજૂઆત સાથે અનેક
કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, તેમ છતા જવાબદાર
તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું
હતું.
જૂનાગઢ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશ
વડાલીયા જણાવ્યું હતું કે, આ લડત અંગે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમ્યાન કરવામાં આવેલા નિર્ણય મુજબ રેલી અને
સભા સંબોધવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રેલી સરદાર બાગ પાસેથી શરૂ થઈ અને હજીયાણી બાગ થઈ
પરત ફરી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઝાંસી રાણી સર્કલ ખાતે જાહેર સભા સંબોધવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના
આરોગ્ય શાખાના કર્મચારીઓ સભામાં જોડાયા હતા અને તેમની માંગણીઓનો ઉકેલ લાવવા માટે તંત્રને અપીલ કરવામાં આવી હતી. જો આ અંગે
નિર્ણય નહીં આવે તો આવનાર સમયમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.