જૂનાગઢમાં ખેલાયો ખૂની ખેલ

જૂનાગઢમાં ખેલાયો ખૂની ખેલ
New Update

બેંકની રિકવરી બાબતે ખૂન થયું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં આવ્યું બહાર

વાત છે જૂનાગઢ ની જ્યાં HDB બેંકના કર્મચારી લૉન રિકવરી માટે ગયા હતા. ત્યારે લૉન લેનાર ગ્રાહક દ્વારા કર્મચારીને ગાળો બોલવામા આવી હતી. ત્યારબાદ કર્મચારીને થપ્પડ મારવામા આવી.બાદમાં કર્મચારી ચિરાગ કશું બોલ્યા વગર ત્યાં થી જુદા થઈ ગયા હતા. ત્યાર બાદ તેણે આખી હકીકત તેના નાના ભાઈને કરી હતી.

ત્યારે આજે સાંજે 7 કલાકે જૂનાગઢના લોઢિયાવાડી પાસે આવેલ તિરૂપતિ એપાર્ટમેન્ટ પાસે HDB બેન્ક ના કર્મચારી ચિરાગ ફરી રિકવરી કરવા ગયેલ ત્યારે ઉશ્કેરાયેલા રવિ નામના શખ્સએ ચિરાગ ભાઈને ઢોર માર માર્યો હતો. ત્યારે ચિરાગના નાના ભાઈને જાણ થતાં તે ઘટના સ્થળ પર પહોચ્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલા શખશોએ ચિરાગભાઈના નાનાભાઈ હાર્દિક પર તિક્ષણ હથિયારો સાથે હુમલો કરી હાર્દિકભાઈ વિઠલાણીને મોત ને ઘાટ ઉતર્યા હતા. જેમાં ચિરાગ ભાઈની હાલત ગંભીર થતા તેમને રાજકોટ રીફર કરવામા આવ્યા છે. આ બનાવને લઈ જૂનાગઢ ના એસ.પી.સૌરભ સિંહ સ્ટાફ સાથે ઘટના સ્થળે પુગ્યા હતા ત્યારે પ્રાથમિક તાપસમા આરોપીનું નામ રવિ હોઈ તેવું જાણવા મળેલ છે.

#Connect Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article