/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/1-7.jpg)
અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોની હાલ માઠી દશા બેઠી હોય તેમ લાગી રહયું છે. જીપીસીબી પ્રદુષણના મુદે આડેધડ દંડ અને કલોઝર નોટીસ ફટકારી રહી છે. તો હવે ઉદ્યોગોના પ્રદુષિત પાણીનો નિકાલ કરતી એનસીટીની લાઇનમાં ભંગાણની ઘટના સામે આવી છે.
હાંસોટ પાસે ઝગડીયાની તેમજ કતપોર પાસે અંકલેશ્વર પાનોલી એસેટના ઉદ્યોગોની એનસીટીની લાઈનમાં ભંગાણ પડતાં 3 દિવસથી ઉદ્યોગોમાં ઉત્પાદન અટકી જતાં ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચી રહયું છે. અંકલેશ્વર અને પાનોલી એસેટના ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરી દરિયામાં ઠાલવતી એનસીટીની પાઇપ લાઈનમાં ફરી એકવાર કતપોર નજીક ભંગાણ પડયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ જગ્યાએ ગત મહિને પણ ભંગાણ થયું હતું. પાણીનો નિકાલ અટકી જતાં 3 દિવસથી ઉદ્યોગો ઉત્પાદન કરી શકતા નથી. ઝઘડીયાના ઉદ્યોગોની પણ આવી જ સ્થિતિ છે. ઝઘડીયા એસેટની લાઇનમાં હાંસોટ પાસે ભંગાણ પડી ગયું છે. એક તરફ જીપીસીબીની કાર્યવાહીના કારણે ઉદ્યોગો બંધ થવાની કગાર પર આવી ગયાં છે તેવામં પ્રોડકશન લોસના કારણે તેમને મોટો આર્થિક ફટકો પડી રહયો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગોનો પાણીનો નિકાલ બંધ થતાં રોજનું કરોડો રૂપિયાનું નુકશાન પહોચી રહયું છે.