/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/burglar2.jpg)
બેંકમાંથી રૂપિયા ઉપાડી નીકળેલા ઇસમને ચપ્પુ બતાવી મારઝૂડ કરીને બે ઇસમો ફરાર
ઝઘડીયા નગરમાં ધોળા દિવસે બેંકમાંથી રૂપીયા ઉપાડી નીકળેલા ઇસમને ચપ્પુ બતાવી મારઝૂડ કરી ને પચ્ચીસ હજાર રોકડા લુટીને બે ઇસમો ફરાર થઈ ગયા ની ઘટનાએ ચકચાર મચાવ્યો છે.
લુટારૂઓએ લૂંટ ચલાવતા પહેલા બેંકમા ભોગ બનનાર ઇસમને રૂપીયા ભરવાની સ્પીપ પણ ભરી આપીને મદદ કરી હતી. બાદમાં ખાતેદાર દ્વારા રૂપીયા ઉપાડી બેંકની બહાર નીકળી બજારમા જતી વખતે બેંકની નજીક માંજ લુટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હતો.
ઝઘડીયાના પડવાણીયા ગામના વતની અને હાલ રાણીપુરા ખાતે રહેતા શાંતિ કેસુરભાઈ વસાવા ઉ.વ.૫૦ જી.આઈ.ડી.સી.માં હેલ્પર તરીકે નોકરી કરે છે. તેઓ ગત સોમવારે સવારે બેંક સમયે ઝઘડીયા ની સ્ટેટ બેંક માં ઘરના પતરાની ખરીદી કરવા માટે રૂપીયા ઉપાડવા ગયા હતા.ખાતેદારને રૂપીયા ઉપાડવાની સલીપ ભરતા આવડતું ન હતું. એટલે બાજુમાં બે અજાણ્યા ઇસમોને સલીપ ભરવા કહ્યું હતું.
બાદમાં જયારે તેઓ શાંતિભાઇ રૂપીયા ઉપાડી બેંકની બહાર નીકળી બેંકની થોડે દુર ગયા ત્યારે જેણે તેમને સ્લીપ ભરી મદદ કરી હતી તે જ બે ઇસમોએ શાંતિભાઈને ચપ્પુ બતાવીને તેમની પાસે કાપડની થેલીમાં મુકેલા રૂપીયા ૨૫,૦૦૦ કાઢીને ભાગી ગયા હતા.આ બનાવ અંગેની શાંતિભાઈએ ઝઘડીયા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે રૂપિય અલૂંટી ફરાર બે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.