ત્રિદિવસીય ઈંડસ્ટ્રીઅલ એક્સપોનું આજરોજ સમાપન સમાહરોહ યોજાયો

New Update
ત્રિદિવસીય ઈંડસ્ટ્રીઅલ એક્સપોનું આજરોજ સમાપન સમાહરોહ યોજાયો

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીસ એસોસીએસન તેમજ એડ પેજીસ પ્રા.લી. ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ત્રિદિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીઅલ એક્ષ્પોનું આજે સમાપન થયું હતુ.

અંકલેશ્વર જીઆઈડીસીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ એઆઈએ ઇન્ડસ્ટ્રીઅલ એક્ષ્પો માં 300 થી વધુ ઉત્પાદકો ડીલરો દ્વારા સ્ટોલ્સ ઉભા કરાયા હતા જેનો લાભ 50 હજાર થી વધુ લોકોએ લાભ લીધો હતો.

આજ રોજ અત્રેના ડાયમંડ ચીલ્ડરન થિયેટર ખાતે યોજાયેલ સમાપન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ તેમજ ઓએનજીસીના ડેપ્યુટી જનરલ મેનેજર કે.મણિ નંદન , એફઆઇએ ના પ્રમુખ પ્રબોધ પટેલ , એઆઈએ ના પ્રમુખ મહેશ પટેલ , એક્ષ્પોનાં ચેરમેન પ્રવિણ તેરૈયા, નોટીફાઈડ એરિયાના ચેરમેન હિંમત સેલડિયા ઉપસ્થિત હતા.

સમારોહ દરમિયાન એક્ઝિબિશનની વિવિધ કેટેગરી ના પ્રદર્શકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ડીએ આનંદ પૂરા એપ્રીશિએશન એવોર્ડ પણ જાહેર કરાયા હતા.

Latest Stories