/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-184.jpg)
દક્ષિણ આફ્રિકાના માલામૂલેલા ટાઉનમાં સ્થાયી થયેલા ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામના એક યુવકને તેની શોપમાં નિગ્રો જાતિના લૂટારાએ લૂટી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામના સીરાજ મુસા હોલા જે છેલ્લા પંદર વર્ષથી દક્ષિણ આફ્રિકાના માલામૂલેલા ટાઉનમાં રોજી અર્થે સ્થાયી થયા છે. ત્યાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. માલામૂલેલા ટાઉનમાં સીરાજભાઇ હાર્ડવેરની શોપ ધરાવે છે.
ગતરોજ એક નિગ્રો જાતિના લૂટારાએ શોપમાં ઘૂસી જઇ સીરાજભાઇ કંઇક સમજે એ પહેલા તેઓની આખોમાં સ્પ્રે છાંટી ધોલધપાટ કરી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોનની લૂટ ચલાવી લૂટારૂ પલાયન થઇ ગયા હતા. લૂટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ભરૂચના પરિએજ ગામના બે સગાભાઇઓ પણ નિગ્રો જાતિના લૂટારૂઓનો ભોગ બન્યા હતા. છાશવારે ખાસ કરીને દક્ષિણ આફ્રિકા ખાતે બની રહેલી લૂટની ઘટનાઓને પગલે ભરૂચ જિલ્લામાંથી રોજી માટે સ્થાયી થયેલા યુવાનોના પરિવારો ચિંતાતુર બન્યા છે.